બોગંથરના સાથ જ્યાં મળે, હૈયે તો આનંદ ઉભરે;
જીવનમાં પ્રકાશ મળે, જ્યાં બોગંથરના દર્શન મળે;
બોગંથરના રૂપનું ના કાંઈ વર્ણન મળે, એમનો પરિચય એ સ્વયં આપે;
લીલા એમની તો એ જ જાણે, પ્રમાણ એમના જ સુજાડે;
બોગંથરના જ્યાં કૃપા વરસે, ત્યાં જીવન તો ખીલી ઊઠે;
પ્રકૃતિના તો રાજ ખુલે, જીવનનો રસરાજ મળે.
બોગંથરના જ્યાં આશિષ મળે, ત્યાં મુક્તિ તો અચૂક મળે;
પ્રેમના બીજ તો અંતરથી ફૂટે, પ્રભુની લીલાના દર્શન મળે.
બોગંથરનો જ્યાં પરિચય મળે, ત્યાં ખુદનો પરિચય મળે;
એમની છબી તો હૈયાં માં ઉતરે, બોગંથરને તો અમે પ્રણામ કરીએ.
- પરા દ્વારા જાહેર કરાયેલા ઘણા સંતોની આંતરદૃષ્ટિ.