ગુરુ ગોવિંદસિંહની વાતો કરવી મુશ્કિલ છે. તેમને સમજવા કઠિન છે. એક બાજુ શિખ ગુરુ, એક બાજુ એક યોદ્ધા, એક બાજુ ગ્રંથોના સંચાલક અને એક બાજુ શિખ ધર્મ ને સ્થાપનારા.
ગુરુ ગોવિંદસિંહ નાનપણથી જ ચમત્કારો કરતા હતા. તેમણે મા ની ભક્તિ ખૂબ કરી હતી. ગુરુ નાનકને એમના જીવન પર બહુ પ્રભાવ પડયો હતો. મા ની ભક્તિ, ગુરુગ્રંથના વચનોમાં તે ખોવાયેલા રહેતા હતા. હિન્દુ, મુસલમાનના મતભેદથી તેમને બહુ દુઃખ થતું હતું. જ્યારે ઈશ્વર એક જ છે, જ્યારે અલાહ એક જ છે પછી આ લડવાનું જગડવાનું કેમ? જ્યારે કોઈ અલગતા નથી તો ધર્મના નામ પર કેમ એક બીજાને કાપવાનું? તેમણે બહુ પ્રયત્ન કર્યા, લોકોને સમજાવા માટે, પણ કોઈ સમજ્યું જ નહીં. મતભેદ એટલા ગહેરા હતા કે કોઈ સાંભળવા તૈયાર જ નહોતુ. ત્યારે એમને ખબર પડી કે લોકોને સાચી રાહે લઈ જવું હશે, તો એક નવી રાહ આપવી પડશે. ગુરુગ્રંથને તેમણે સંવાર્વ્યુ, શિખોને એક નવું નામ આપ્યું અને કહ્યું કે, “વાહ ગુરુ દે ફતેહ, વાહ ગુરુ તે ખાલસા”. તેમણે શિખ ધર્મને એક નવો માર્ગ આપ્યો, નવા કાયદા સ્થાપિત કર્યા અને એવા લોકોને લીધા જે નિડર, ફૌલાદી અને જગત કલ્યાણ માટે તત્પર્ય હોય. તેમણે તેમને બહાદુરીની પંચ નિશાનીઓ આપી- તલવાર, કડું, લાંબા વાળ, દાઢી અને ખંજર. તેમણે તેમના નામકરણ સિંઘ અને કૌર કર્યા કે તે Lion છે. Lion hearted તેમણે તેઓને કહ્યા. જેમ કૃષ્ણએ મહાભારતનું યુદ્ધ કરાવ્યું, તેમ અન્યાય સામે તેમણે લોકો ને લડતા શિખવાડ્યું
હિમાલયમાં ખૂબ ભ્રમણ કર્યું, મા ની સાધના કરી, રુપકૂંડ અને હેમકૂંડ તરફ મા ની આરાધના કરી. નંદાદેવી પર તેમણે મા નું આહ્વાન કરી, મા ને કાયમ માટે ત્યાં સ્થાપિત કરી. મા ને પુકારી, હિમાલયને મા ના નામથી ગૂંજતો કરી નાખ્યો.
ગુરુ ગોવિંદસિંહ પૂર્ણ માનવી (Complete man), પૂર્ણ ગુરુ (Complete guru), પૂર્ણ પરમશક્તિ હતા. તેમણે આખું જીવન જગતના કલ્યાણ હેતુ અને અન્યાયને ખતમ કરવામાં લગાડયું. ગુરુ ગોવિંદસિંહની આ કહાની અલૌકિક છે, અદ્ઘૈત છે, અનાયસ્થ છે. જે એમની ગાથા સાંભળે છે, એમના ગ્રંથને વાંચે છે, તે અમર થઈ જાય છે, પ્રભુમાં એક થઈ જાય છે, પ્રભુમાં આનંદમય થઈ જાય છે.
- પરા દ્વારા જાહેર કરાયેલા ઘણા સંતોની આંતરદૃષ્ટિ.