જગતકલ્યાણ કરવા તમારું હૈયું ધબકે છે, દિલડું તમારું કાયમ મદદ માટે દોડી ઊઠે છે
લોકોના હિત માટે જન્મ લીધો છે, લોકોને રામકથાનો સ્વાદ ચખાડ્યો છે
રામભક્ત તો સાચા છો તમે, કૈલાશનાં કાર્ય કરો છો તમે
જગ આખું તમારું છે, કણ કણમાં રામનું નામ મળાવ્યું છે
મોહમાયાથી પર છો તમે, મિલનની પણ ચાહ ન રાખી તમે
મોક્ષના દ્વારે ઊભા છો તમે, છતાં બધાને સાથે લઈ જવા છે તમને
પ્રશંસા નથી ખાલી અમથી, છે આ દિલની વાત પૂરી નમ્રતાથી
સહાય તમારી માગીએ છીએ અમે, જગતકલ્યાણના કાર્યમાં ચલાવો અમને
શિવના આદેશનું પાલન કરવા આવ્યા છીએ અમે, માર્ગદર્શન તમારું માગીએ અમે
વાણીમાં ભૂલો છે અમારી, દિલની સચ્ચાઈ જાણી લો તમે
વૈરાગ્ય દિલમાં ઊઠી ગયો છે હવે, ગુરુના ચરણે મસ્તક ઝૂકાવી દીધું છે અમે
કાર્ય કરાવશે એ, જે ચાહે એ, બસ એના પથ પર ચાલીએ હવે અમે
- પરા દ્વારા જાહેર કરાયેલા ઘણા સંતોની આંતરદૃષ્ટિ.