માતા મેરીની (Mother Mary) વાતો ના કાલ્પનિક છે, ના એ કોઈ વિચિત્ર છે. ન એ કાંઈ ઈસુ સાથે સંકળાએલી છે, ન એ ખ્રિસ્તી ધર્મથી કેદ છે.
માતા મેરી, એ માતા નું સ્વરૂપ છે, જે ઉત્પત્તિમાં (genesis) શિવની શક્તિ છે. જે શિવે તાંડવ રચીને સૃષ્ટિનું નિર્માણ કર્યું, એ જ શક્તિએ વિકારોને કાબૂ કરી અહંકારનો નાશ કર્યો, જ્યાં શિવ ઝિયસ (Zeus) પણ કહેવાય છે, એમ મહિસાસુરમર્દિની મરિયમ પણ કહેવાય છે. એમના બધા શિલ્પો (sculptures), એમની બધી છબી પ્રતીકાત્મક (symbolic) છે. જેમ હિંદુ ધર્મમાં ‘મા’ ના ગુણોનું વર્ણન એના અષ્ઠભુજા અને સિંહની સવારીથી થાય છે એમ માતા મેરીનું સ્વરૂપ સૃષ્ટિના માતા સ્વરૂપે થાય છે. બંને એક જ છે, કોઈ અંતર નથી. નાશ અંતે વિકારોનો જ થાય છે.
ઈસુનું કાર્ય નવા ધર્મની સ્થાપનાનું હતું, તેમાં એમને બહુ મોટું બલિદાન આપવાનું હતું. એમના શિષ્યોનું પણ એ જ કાર્ય હતું, તેમને પણ એ જ જીગર બતાડવાનું હતું. જ્યારે ઈસુ સ્વયં ભગવાન ગણાયા છે, તો એમની માતા તો જગજનની જ ગણાયને.
આ પ્રથા પ્રાચીન સમયથી ચાલતી આવી છે. શક્તિને સ્ત્રી સ્વરૂપમાં પૂજા કરવામાં આવ્યું છે. આ ઇન્કા સંસ્કૃતિ, રોમન સંસ્કૃતિમાં પણ હતું. રોમન સંસ્કૃતિમાં એને એથેના (Athena) તરીકે પોકારવામાં આવ્યા હતા અને ઇન્કા સંસ્કૃતિમાં એને મસીહા મંતી (Massiah manti) તરીકે બોલાવામાં આવ્યા હતા.
મેરી (Mary) એ જ છે અંબા, મરિયમ એજ છે મર્દિની, કોઈ અલગ નથી, કોઈ ફરક નથી.
- પરા દ્વારા જાહેર કરાયેલા ઘણા સંતોની આંતરદૃષ્ટિ.