નેમિનાથની વાત એવી છે જે સહુ કોઈ ને ખબર છે છતાં કોઈને ખબર નથી. કૃષ્ણના ભાઈ છે. કૃષ્ણએ એક પંથ એવો બતાડયો જે સહુ કોઈને સ્વીકાર ના હતો. તો પછી એવા પંથની પણ જરૂરત હતી જે બીજા બધા સ્વીકાર કરી શકે. ત્યારે નમિનાથે (જેનો મતલબ છે નયન, પ્રભુના નયન) એ પંથ બતાડ્યો જે સંસાર છોડી ને દૃઢ તપથી થાય છે. અમુક લોકોએ ખાલી કૃષ્ણના બહારી વર્તનને જોયું – રાજા છે, 16000 થી વધારે રાણીઓ છે, રાધા સાથે સંબંધ છે જેની સાથે લગ્ન નથી કર્યા, છલકપટ કરે છે, પાંડવોને વધારે પ્યાર કરે છે. આવા માનવી શું ગીતા કહેશે - આ ગીતા ખોટી છે. ત્યારે પ્રભુએ નેમિનાથને આદેશ આપ્યો કે તમે એવો પંથ બતાડજો જે બાકી બધાને પણ ગમે. ત્યારે નેમિનાથ દ્વારકાથી ગીરનારના વનમાં આવ્યા. ખૂબ તપસ્યા કરીને પ્રભુને પામ્યા. તેમણે પછી લોકોને માર્ગદર્શન આપ્યું. ઘણા લોકો એમની સાથે રહેતા, માટે સંસારનો ત્યાગ કર્યોં. ત્યારે નેમિનાથે એમ નહોતું કહ્યું કે હું જૈન છું. એમણે ખાલી એજ કર્યું જે બધા સાધકો કરતા આવ્યા છે. વનમાં જઈ તપ કરીને પ્રભુને પામ્યા. એ જ બુદ્ધએ કર્યું. આ જ મહાવીરે કર્યું. જેને જેને મોક્ષ મળ્યો છે તેમને ખાલી પ્રભુની રાહ બતાડી છે. કોઈ ધર્મની સ્થાપના નથી કરી. ધર્મની સ્થાપના એમના શિષ્યો કરતા હોય છે. પ્રભુને પામવા માટે કોઈ ધર્મની સ્થાપનાની જરૂર નથી. ગિરનાર પર્વત પર વસેલું નેમિનાથ ભગવાનનું દેરાસર બહુ પ્રાચીન નથી. લગભગ 700 વર્ષ જૂનુ છે. એમની આ મૂર્તિ 400 વર્ષ જૂની છે. એમની પહેલાની જે મૂર્તિ છે તે ખંડિત થઈ ગઈ છે. ગિરનારમાં એક મોટો ભૂકંપ આવ્યો હતો ત્યારે એ મૂર્તિમાં તિરાડો પડી ગઈ. આ મૂર્તિને દિવ્ય મંત્રથી જાગૃરત કરવામાં આવી છે. તેમા સાક્ષાત્ નેમિનાથનો વાસ છે. જે કોઈ અહીં આવે છે, તેની સાથે નેમિનાથ ભગવાન આવે છે અને માર્ગદર્શન કરે છે. જેટલા ચતુર કૃષ્ણ છે એટલા જ મધૂર નેમિનાથ છે, જેટલા તેડા કૃષ્ણ છે, એટલાજ સરળ નેમીનાથ છે. કૃષ્ણ અને નેમિનાથમાં કોઈ ફરક નથી. આખર તો બંને એક જ છે.
- પરા દ્વારા જાહેર કરાયેલા ઘણા સંતોની આંતરદૃષ્ટિ.