એક સમયની વાત છે જ્યારે શિવની આરાધના પછી શિવ કૈલાશમાં જઈ ને બેઠા. શિવ કૈલાશમાં સતત ધ્યાનમાં અને તપમાં હતા. સૃષ્ટિ માટે સતત એમની પ્રાર્થના ચાલતી હતી કે જગતનું કલ્યાણ થાય. ત્યારે હજી કૈલાશ જંગલ હતો. ત્યારે બીજા બધા પ્રદેશમાં બરફ વરસી (ice age) ચાલી રહ્યોં હતો. ત્યારે નવા નિર્માણમાં બ્રહ્મા સતત સક્રીય હતા. એક પ્રલય જેને બરફ વરસી (ice age) કહેવામાં આવે છે એના પછી નવી સૃષ્ટિનું નિર્માણ કરવાનું હતું. ત્યારે હજી હિમાલય આટલો થંડો પ્રદેશ ન હતો. ત્યારે હજી જીવોનું દેખરેખનું કાર્ય જે વિષ્ણુનું છે, તે સર્વ જીવ શિવને પોકારવા લાગ્યા કે, “અમને અમારી પીડાથી બચાવો.” એવામાં અમુક લોકો કૈલાશ તરફ નિકળી પડ્યા. તેમણે સાંભળ્યું હતું કે ત્યાં સૃષ્ટિનું ચુંબકત્વ છે અને ત્યાંથી સંસાર ચાલે છે. ઘણા મનુષ્યે તો મધ્ય રસ્તે જ પ્રાણ છોડી દીઘા. કોઈક જ મનુષ્ય તિબેટમાં પહોંચ્યા. ત્યારે તિબેટનું નામ કૈલાશ ક્ષેત્ર હતું. ત્યારે ત્યાં ખૂબ હરિયાળી, ઝાડ-પાન અને પ્રકૃતિનું સૌંદર્ય હતું. ત્યારે જ્યારે તેઓ કૈલાશ પહોંચ્યા, ત્યાં એમને કાંઈ ન મળ્યું. શિવને ખૂબ ગોત્યા, તોએ શિવ ન મળ્યા. અનેક લોકો ત્યાં જ રહેવા લાગ્યા અને સાધના કરવા લાગ્યા. ત્યાં ખાવા-પીવાની કોઈ કમી નહોતી. તેઓ ગુફામાં રહેતા અને સતત ઈશ્વરના ધ્યાનમાં રહેતા. ગુપ્ત રહસ્યો તેમને જાણ થવા લાગ્યા અને તેઓ હજારો વર્ષો સુધી જીવવા લાગ્યા. શરીરને છોડયા વગર સહશરીર તે મૃત્યુને ગળે લગાડતા રહ્યા. આટલી બધી સિદ્ઘિઓ મેળવ્યા પછી, અમુક લોકો સંસારમાં પાછા આવ્યા, બીજા લોકોને આ તરફ લઈ જવા. તેઓ ઋષિ તરીકે ઓળખાવા લાગ્યા. ઋષિ એટલે કે જેને શિવનો રસ્તો ખબર છે, જે જીવનની રીત જાણે છે, જીવનના ઋષિપણા સુધી પહોંચે છે. આજની તારીખમાં તેમને સંશોધકો
(researchers) કહેવાય કાં તો ઊંચકોટીના વૈજ્ઞાનિકો (scientists) કહેવાય. આ બધા ઋષિ અલગ અલગ પ્રદેશમાં ગયા. કોઈ ઈજીપ્ત ગયા, કોઈ દક્ષિણ અમેરિકા અને મેક્સિકો ગયા, કોઈ ચીનમાં ગયા, કોઈ લંકા તરફ ગયા. ત્યારે હજી અફ્રિકા, યુરોપ, ઉત્તર અમેરિકા, ઑસ્ટ્રેલિયા ખાલી જંગલ હતું. ત્યા હજી કોઈ મનુષ્ય નહોતા. પણ હજી થોડા ઋષિ શિવની તલાશમાં નીકળી પડ્યા. તેઓને સાક્ષાત્ શિવના દર્શન કરવા હતા. તેઓ ખૂબ ફર્યા- પૃથ્વી, બીજું ગ્રહ, બીજી વિશ્વ, બીજી સૃષ્ટિમાં પણ સાક્ષાત્ શિવના દર્શન ન થયા. પછી તેઓને પ્રેરણા થઈ કે શિવ અંતરમાં જ છે. તેઓ પાછા પૃથ્વી પર આવીને તેમનું ધ્યાન કરવા લાગ્યા. પૃથ્વી પર ધ્યાન કરતા કરતા તેમને જ્ઞાત થયું કે શિવ એક વૈરાગી છે, જેમની જટા ખૂલી છે, જે સતત ધ્યાનમાં એક ગુફામાં છે, જેણે રૂદ્રાક્ષની માળા પહેરી છે, જે સતત સહુનું ધ્યાન રાખે છે. આ જોઈને તે આકુળવ્યાકુળ થઈ ગયા. પછી તેઓ પાછા ખૂબ ફર્યા, હર એક ગુફામાં ગયા, લિંગનું સ્થાપન કર્યું. જટાધારી શિવ અને એમની શક્તિનું નિર્માણ કર્યું. તેની આરાધના કરી, એ સ્થળને જાગૃરત કરી, સ્વયં શિવ રૂપી પીંડની સ્થાપના કરતા રહ્યા. જ્યારે આ કર્યું તો શિવ બહુ પ્રસન્ન થયા. કેદારના વનમાં તેમણે એ ઋષિઓને દર્શન આપ્યા, સ્વયં એમને દિક્ષા આપી અને પ્રથમ નાદનું એમને રહસ્ય જણાવ્યું.
ત્યાર બાદ એ ઋષિઓને એમની સાથે સતત રાખ્યા. એમને એવા શાસ્ત્ર (science) ના કાર્ય આપ્યા કે તે પણ સર્વના જગતકલ્યાણમાં લાગી ગયા. એમના પ્રતિક તરીકે સપ્તર્ષિનું નક્ષત્ર (seven stars constellation) મહાન રીંછનું (the great bear) તેમણે પ્રતિબિંબ બનાવ્યું. વાદલામાંથી જ્યારે આકાશમાં રીંછ નક્ષત્રનું દર્શન થાય છે ત્યારે એમ માનવું કે એમની કૃપા વરસી રહી છે. એના પછી એમના પોકારથી શિવ બધાને દર્શન આપવા લાગ્યા અને મનુષ્યોને એમની સાક્ષાત્ કૃપા વરસાવતા રહ્યા.
- પરા દ્વારા જાહેર કરાયેલા ઘણા સંતોની આંતરદૃષ્ટિ.