મુશ્કેલ નથી કંઈ કરવું મારે, મુશ્કેલ નથી કંઈ કહેવું મારે
જીવન જીવવું આસાન નથી, ગુફામાં બેસી કંઈ મુશ્કેલ નથી
મનની ચંચળતા, દિલના વિકારોથી ઉપર ઊઠવું મારે
મોહમાયાથી પરે થવું મારે, અંતરાત્માને મળવું મારે
છવાઈ છે દુનિયાની રીતો બધા ઉપર, મુશ્કેલ નથી એનાથી પરે જાવું
અણગમામાંથી ગમનમાં જાવું, મુશ્કેલ નથી એ તો મારે
બધાને અપનાવીને ચાલવું, આસાન નથી એ તો ત્યારે
હસ્તો રહું, આ જગને સુધારું, કાળાધોળાને એક કરું
એમને સાચાં દર્શન કરાવું, પોતાની જાતથી ઉપર ઊઠતાં શીખવાડું
જમાનો નથી કંઈ સાધારણ એ તો, ઘણું સાફ કર્યું એમાં મેં તો
હલકી ઇચ્છાને તો સુધારો, આ વાતાવરણને તો શુદ્ધ કરો
પહોંચાડ્યા છે લોકોને ઈસુ પાસે, આપ્યું એમને મેં તો ત્યારે
સમજણ વિના કંઈ મળતું નથી, ધીરજ વિના કંઈ ખૂટતું નથી
નજદીકતા આપી સહુને મેં તો, ભક્તિ વિના કંઈ રહેતું નથી
મારામાં હું તો સમાઈ ગયો, હવે તો આ સ્થળને શુદ્ધ કરી ગયો
- પરા દ્વારા જાહેર કરાયેલા ઘણા સંતોની આંતરદૃષ્ટિ.