Hymns » Shatakam » Nirvana ShatakamNirvana Shatakam
Date: 04-Dec-2015
જે મંજિલની પરે છે, તે અમરતાથી ઉપર છે
જ્યાં ન કોઈ માનવ છે, જ્યાં ન કોઈ મૃત્યુ છે
જે જમીનમાં નથી, જે આકાશમાં નથી
જે નિત્ય આનંદ છે, જે ચિદાનંદમાં છે
જે વિશ્વાસમાં રમે છે, જે આકાર નથી
જે અનુભવની ઉપર છે, જેનામાં કોઈ વેર નથી
જે બ્રહ્માંડમાં રાચે છે, જે બ્રહ્માંડથી પરે છે
જે શૂન્યાકારા છે, જે બધે જ છે
જે અહંથી પરે છે, જે અવિનાશક છે
જે મોક્ષથી પરે છે, જે જીવમાં આત્મા છે
જે દિવ્ય આનંદ છે, જે દિવ્યતાથી ભરપૂર છે
જે શિવોડહમ છે, જે સોહમ છે
જે દાનવને મારે છે, જે પ્રેમને તારે છે
જેને કોઈ જન્મ નથી, જેને કોઈ નામ નથી
જે ભાવોથી પરે છે, છતાં ભાવોથી ભરપૂર છે
જેની કોઈ મંજિલ નથી, જે સ્વયં એક મંજિલ છે
જે અદ્દભુત વૈરાગ્ય છે, જેને કોઈ પરાયો નથી
જે નિરંતર એક છે, છતાં એ બઘામાં છે
જે શ્વાસે શ્વાસમાં વસે છે, જેને કોઈ શ્વાસ નથી
જેને મતલબ ખબર નથી, છતાં વ્યવહારમાં કાચો નથી
જે રૂપમાં બંધાતો નથી, જે આનંદમાં સમાતો નથી
જેને કોઈ આકાર નથી, જે માનવીની સોચથી ઉપર છે
જેને કોઈ અકાળ મૃત્યુ નથી, જેને સર્વશાસ્ત્રોનું જ્ઞાન છે
જેને નવી રચના આવડે છે, જે ત્રિકાળ જ્ઞાની છે
જે અરવિંદ મિલનમાં રહે છે, જે વેદોનો સાર છે
જે ગુરુકૃપા વગર મળતું નથી, એ જ તો નિરજીવમાં પ્રાણ છે
- ડો. ઈરા શાહ
jē maṁjilanī parē chē, tē amaratāthī upara chē
jyāṁ na kōī mānava chē, jyāṁ na kōī mr̥tyu chē
jē jamīnamāṁ nathī, jē ākāśamāṁ nathī
jē nitya ānaṁda chē, jē cidānaṁdamāṁ chē
jē viśvāsamāṁ ramē chē, jē ākāra nathī
jē anubhavanī upara chē, jēnāmāṁ kōī vēra nathī
jē brahmāṁḍamāṁ rācē chē, jē brahmāṁḍathī parē chē
jē śūnyākārā chē, jē badhē ja chē
jē ahaṁthī parē chē, jē avināśaka chē
jē mōkṣathī parē chē, jē jīvamāṁ ātmā chē
jē divya ānaṁda chē, jē divyatāthī bharapūra chē
jē śivōḍahama chē, jē sōhama chē
jē dānavanē mārē chē, jē prēmanē tārē chē
jēnē kōī janma nathī, jēnē kōī nāma nathī
jē bhāvōthī parē chē, chatāṁ bhāvōthī bharapūra chē
jēnī kōī maṁjila nathī, jē svayaṁ ēka maṁjila chē
jē addabhuta vairāgya chē, jēnē kōī parāyō nathī
jē niraṁtara ēka chē, chatāṁ ē baghāmāṁ chē
jē śvāsē śvāsamāṁ vasē chē, jēnē kōī śvāsa nathī
jēnē matalaba khabara nathī, chatāṁ vyavahāramāṁ kācō nathī
jē rūpamāṁ baṁdhātō nathī, jē ānaṁdamāṁ samātō nathī
jēnē kōī ākāra nathī, jē mānavīnī sōcathī upara chē
jēnē kōī akāla mr̥tyu nathī, jēnē sarvaśāstrōnuṁ jñāna chē
jēnē navī racanā āvaḍē chē, jē trikāla jñānī chē
jē araviṁda milanamāṁ rahē chē, jē vēdōnō sāra chē
jē gurukr̥pā vagara malatuṁ nathī, ē ja tō nirajīvamāṁ prāṇa chē
|