Hymns » Shatakam » RudrashtakamRudrashtakam
Date: 27-Jun-2020
રૂદ્ર રૂપ ધારણ કરતા, તાંડવ તમે તો કરતા
કાયરતાનો નાશ કરતા, તમે તો સ્થિરતા પ્રદાન કરતા
દિવ્ય આભાસ જગાડતા, તમે તો શૌર્યમાં સતત રહેતા
જીવન મૃત્યુના ભય દૂર કરતા, અમર તમે કરતા
જીવન સંગાથમાં સતત રહેતા, યોગ યોગેશ્વર તોય કહેવાતા
પ્રેમ સતત વરસાવતા, તાડંવમાં પણ સર્વ હિત કરતા
કાર્યોમાં શુદ્ધતા લાવતા, પ્રચંડ સ્વરૂપ ધારણ કરતા
પૃથ્વીને રાક્ષસોક્ષીથી બચાવતા, તમે સતકર્મોને વસાવતાં
જીવનમાં લજ્જાને ઉખાડતા, જીવનને તમારા બળથી ભરતા
અમૃતધારા વરસાવતા, સમજણના દ્વાર તમે ખોલતા
જાગૃત મનમાં વસતા, તમે શિવ-શક્તિ કહેવાતા
મોક્ષ પ્રાપ્તિનો માર્ગ બતાડતા, તમે સંઘર્ષ ને કાપતાં
મ્રીત્યું ને પણ જીતનારા, તમે સર્વ શક્તિ સ્થાપનારા,
ક્રોધ મનનો કાઢનારા, તમે યુગ પરિવર્તન વિચારોમાં કરતા
દિવ્યતામાં રહેનારા, તમે સતત અમને દિવ્ય બનાવનારા
- ડો. ઈરા શાહ
rūdra rūpa dhāraṇa karatā, tāṁḍava tamē tō karatā
kāyaratānō nāśa karatā, tamē tō sthiratā pradāna karatā
divya ābhāsa jagāḍatā, tamē tō śauryamāṁ satata rahētā
jīvana mr̥tyunā bhaya dūra karatā, amara tamē karatā
jīvana saṁgāthamāṁ satata rahētā, yōga yōgēśvara tōya kahēvātā
prēma satata varasāvatā, tāḍaṁvamāṁ paṇa sarva hita karatā
kāryōmāṁ śuddhatā lāvatā, pracaṁḍa svarūpa dhāraṇa karatā
pr̥thvīnē rākṣasōkṣīthī bacāvatā, tamē satakarmōnē vasāvatāṁ
jīvanamāṁ lajjānē ukhāḍatā, jīvananē tamārā balathī bharatā
amr̥tadhārā varasāvatā, samajaṇanā dvāra tamē khōlatā
jāgr̥ta manamāṁ vasatā, tamē śiva-śakti kahēvātā
mōkṣa prāptinō mārga batāḍatā, tamē saṁgharṣa nē kāpatāṁ
mrītyuṁ nē paṇa jītanārā, tamē sarva śakti sthāpanārā,
krōdha mananō kāḍhanārā, tamē yuga parivartana vicārōmāṁ karatā
divyatāmāṁ rahēnārā, tamē satata amanē divya banāvanārā
|
|