અરુણાચલમ એવી જગ્યાનું નામ છે જ્યાં સતત શિવની વર્ષા વરસતી રહે છે. આ પ્રાચીન સમયમાં એક જ્વાળામુખી (volcano) હતો. અહીંથી શિવનો અખંડ દીપ સતત વહેતો હતો. આ દીપ કૈલાશ અને જેરુસલેમ (Jerusalem) સાથે જોડાયેલો હતો. આ સમયમાં અહીં ડાયનાસોર (dinosaurs) પણ હતા. શિવના દીપ ચાર ક્ષેત્રમાં પ્રજ્વલિત હતા. એમાંથી જેરુસલેમ અને અરુણાચલમ પણ હતા. ત્રીજું સ્થાન જીબ્રાલ્ટર (Gibraltar) અને ચોથું સ્થાન ગિરનાર હતું. આ દીપ ક્યાંથી આવતા હતા એ કોઈને ખબર નહોતી, પણ આ દીપમાં એવી શક્તિ હતી જે દીપ રૂપી પછી હર જગ્યા પર પર્વતો બન્યા. અરુણાચલમ, ગિરનાર, માઉન્ટ ઓલિવ્સ (Mount Olives) અને જીબ્રાલ્ટર- આ બધી જગ્યા પર હજી શિવની કૃપા સતત વરસી રહે છે. શિવ પોતે ગુરુ તરીકે અહીં સ્થિત છે અને શિવ પોતે જ બધાને આગળ લઈ જાય છે.
આ જગ્યા પર બધા પહોંચી નથી શકતા અને જે શિવ તરીકે સાચા દિલથી એને પૂજે છે, એ શિવને પામ્યા વગર નથી રહેતો.
શિવ અરુણાચલમમાં સ્થિત છે અને શિવ અહીં ઘણા સંતોને આશીર્વાદ પણ આપે છે. અરુણાચલમ પર આવવું એ જ કર્મોને બાળવાનું થાય છે. શિવની શક્તિ અને શિવનો મહિમા અહીં ઘણો છે. ટૂંકમાં શિવનું દક્ષિણનું કૈલાશ અહીં છે.
- આ પરા દ્વારા વર્ણવેલ વિવિધ આધ્યાત્મિક ક્ષેત્રોના આંતરિક રહસ્યો છે.