મારી આ અનોખી વાદી છે. અહીં બહુબધા લોકોએ સાધના કરી છે. અહીં બધા જ ઋષિ મુનિઓના આશ્રમ રહ્યા છે. સતયુગમાં આ સ્વર્ગ ગણાતું હતું અને યક્ષ, કિન્નર, ગાંધર્વ પણ અહીં હસતા અને રમતા. ત્યારે અહીં મનુષ્યનો વાસ નહોતો. ખાલી દેવીદેવતા અને સાધકો જ અહીં રહેતાં હતાં. જેમ જેમ મનુષ્ય આગળ વધ્યો, તેમ તેમ યુગ પરિવર્તન થયું. સોચ અને વિચારોથી યુગ પરિવર્તન થાય છે. અદ્રશ્ય આત્માઓની અતૃપ્ત ઈચ્છા જગમાં હાહાકાર મચાવે છે. આ ધરતી પર જે મારી આસ્થાથી આવે છે તેને યુગ પરિવર્તન અસર નથી કરતું. આ ધરતી પર જે મારા શરણમાં આવે છે તેને લોકોના હાવ-અભાવ અસર નથી કરતા.
સમય બહુ ખરાબ આવવાનો છે એ તો સહુને ખબર છે, પણ એની અસર તમારા પર નહીં આવે, એ મારું વચન છે. સૃષ્ટિમાં હાહાકાર વધશે, લોકો લૂંટફાટ કરશે અને એકબીજાને હાનિ પહોંચાડશે, પણ તમને એની અસર નહિં થાય. તમને મારા આશિષ સદૈવ છે. તમને મારું રક્ષણ સદૈવ છે. જે સ્થાન પર તમે બેઠા છો તે ગરુડનું સ્થાન છે અને જે પર્વતોને તમે નીરખી રહ્યા છો તે પર્વતો ગૌરી, નંદી અને આદિશિવના પર્વતો છે. જે પર્વત સામે છે તે નારાયણ તીર્થ છે. કાશ્મીરમાં નારાયણ અને બ્રહ્માના પણ વાસ છે. કૌસર નાગ (kausernag) તરફ વિષ્ણુપદ અને વિષ્ણુ (Vishnupad and Vishnu) ની શિલા છે. બ્રહ્માસાર પાસે એમનું એક સ્થાન પણ છે. આ બધી જગ્યાઓ હવે સૃષ્ટિમાં આખા ક્ષેત્રમાં ફરે છે. એવી જ રીતે આ બધી જગ્યા પર ધ્યાન ધરશો તો સુષુપ્તમાં પથરાયેલા આશીર્વાદ પામશો.
- આ પરા દ્વારા વર્ણવેલ વિવિધ આધ્યાત્મિક ક્ષેત્રોના આંતરિક રહસ્યો છે.