બદરીનું ધામ છે, કેદારનું સ્થાન છે, ગંગાનું મુખ છે, યમુનાનું પ્રસ્થાન છે
જીવનનું અમૃત છે, અંતરનું આનંદ છે, આંનદનો પ્રવાહ છે, પ્રભુ મિલનનું સ્થાન છે
વિમુખના એના નિશાન છે, બલિદાનનું તો સ્થળ છે, મારો અનુભવ છે
મુક્તિથી તો પરે છે, સૃષ્ટિથી નિર્દોશ છે, અમૃતનો પ્રદેશ છે
ના એમાં કોઈ ભેદ છે, મારો સતત અનુભવ છે, મારુ નિર્માણ છે
આવજો તમે આ અમૃત પીવા, આવજો તમે બધું સમજવા
આમા સહુનું હિત છે, મારા દ્વારનું પ્રવેશ છે, મારો અનુભવ છે
સંતોનું તો સ્થાન છે, સ્થાનમાં તો આશિષ છે, મારા એમાં પરચા છે
- આ પરા દ્વારા વર્ણવેલ વિવિધ આધ્યાત્મિક ક્ષેત્રોના આંતરિક રહસ્યો છે.