Para Talks » Para and Spiritual places » Dwarka - Dwarkadish Temple Dwarka - Dwarkadish Temple
Date: 27-Aug-2016
દ્વારિકાધીશનું મંદિર બહુ પ્રાચિન વખતનું મંદિર છે. આ ધરતીનું પૂજન ખુદ કૃષ્ણએ કર્યું હતું. જ્યારે દ્વારકા નગરી સમુદ્રમાં વિલીન થઈ, ત્યારે કૃષ્ણએ જનકલ્યાણ માટે આ જગ્યાએ મંદિર સ્થાપવાનો નિર્ણય કર્યોં. એમણે આ કાર્ય ઉદ્ધવને સોંપ્યું. અહી ઉદ્ધવએ કૃષ્ણરૂપી યંત્રની સ્થાપના કરી. એ આ ધરતીમાં 7 કોસ નિચે છે. પછી મંદિર રહે કે ના રહે, અહીં કૃષ્ણની હાજરી જરૂર રહે છે. મંદિર તો ઘણીવાર તૂટ્યું અને બન્યું પણ એની મહિમા એમની એમ રહી. આ મંદિર અત્યારે 2400 વર્ષ જૂનું છે. તેમા આ મૂર્તિ 1000 વર્ષ જૂની છે. મંદિરના પાયા એમને એમ છે. ખાલી ઉપરની મંજિલો તૂટી અને ફરી પાછી બનાવી છે.
દ્વારકામાં કૃષ્ણએ એમના ગુપ્ત સ્થળો બનાવ્યા છે, જ્યાં એમની સુગંધ હજી મળે છે. શંકરાચાર્યને જ્યારે વૈદિક ધર્મ પાછો સ્થાપવાનો હતો ત્યારે એમને એવી ધરતીની તલાશ હતી જ્યાં પ્રભુની સુગંધ એમને એમ હોય. એવી ધરતી એમને દ્વારકા, પૂરી, નર-નારાયણ પર્વતોમાં મળી. શ્રૃંગેરીમાં એમણે મુખ્ય મઠ સ્થાપિત કર્યોં. શંકરની તો ઝંખના એમને બધે જ એમની એમ મળી. એટલેજ તો તે હિમાલય, કૈલાશમાં ખુબ રહ્યા, હર જગહ પર એમને કાં તો શંકરનું લિંગ સ્થાપિત કર્યું કાં તો સુગંધ પ્રમાણે, કૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરી. જ્યાં જે લોકો જે સ્વરૂપમાં ભગવાનને પૂજે છે, તે રીતે તેમણે એમના આરાધ્ય દેવની સ્થાપના કરી.
ઉદ્ધવે જે યંત્રની સ્થાપના કરી છે, તે બહુ અદ્ઘત અને અલગ છે. એમાં વચ્ચે ઓમ
નાદ, ઓમ શ્રૃંગાર, બે બાજુમાં શૂન્યકારા અને બે દિશામાં ત્રિશુલ સ્થાપિત કર્યું. આરાધનામાં શિવ શક્તિ અને ભક્ત રૂપી ત્રિકોણ મૂક્યા અને પછી આત્માનો દીવો પ્રજ્વલિત થાય- ઉપર નિચેથી ત્યારે કુંડલીની જાગૃત થાય છે. આ બધું પ્રથમ પ્રભુના લિંગ સ્વરૂપમાં સ્થાપિત કરવામાં આવ્યું. જેને કોઈ આરંભ નથી, કોઈ અંત નથી, જે અનંત કાળ અને નિરાકાર છે.
આ છે દ્વારિકાધીશની મહિમા, એની રચના અને એની મીઠાશ.
દ્વારકામાં કૃષ્ણરૂપી લિંગ સ્થિત છે. એમાં કૃષ્ણ શિવ સ્વરૂપે છે અને શિવ કૃષ્ણ સ્વરૂપે છે. મુક્તિનું ધામ, કૃષ્ણનું કામ છે, આપણી તો આરાધના છે અને વિશ્વાસની આ પરાકાષ્ઠા છે.
- આ પરા દ્વારા વર્ણવેલ વિવિધ આધ્યાત્મિક ક્ષેત્રોના આંતરિક રહસ્યો છે.
|
|