તિબેટીયન પ્રદેશમાં ઘણા બધા પવિત્ર પર્વતો છે. કૈલાશ પરમ સ્થાન પર છે. એના પછી શિશુપંગા અને પછી એવરેસ્ટ ગણવામાં આવ્યો છે. બીજા બધા ડુંગરો – ગુર્લા મંધાતા અને ન્યાલમના ડુંગરો પણ પવિત્ર ગણવામાં આવ્યા છે. ગુર્લા મંધાતા ગણપતીના પર્વત ગણવામાં આવ્યા છે અને કૈલાશની પાછળનો ડુંગર કાર્તિકેયનું સ્થાન ગણવામાં આવ્યુ છે. શિશુપંગા સપ્તર્ષિનું સ્થાન અને એવરેસ્ટ જેનું પ્રાચીન નામ છે બીજગંગા- ગંગાનું સ્થાન ગણવામાં આવ્યું છે. એવરેસ્ટથી જે બીજી નદી નીકળે છે તેને બીજી ગંગા કહેવામાં આવી છે. એ નદી પણ જ્ઞાનરૂપી ગંગા આખા જગમાં ફેલાવે છે. એવરેસ્ટ એક એવો મહાન ડુંગર છે જે એક ત્રિકોણી આકારમાં છે. એ સ્વયં શિવનું પ્રતીક છે. કૈલાશ લિંગનું પ્રતીક છે. એવરેસ્ટનો આકાર શિવના આકાર પ્રમાણે છે- વિશાળ, જટાધારી, કોમલ, સજળ અને તિવ્ર છતા શાંત અને એકાંતમાં. કોઈ એનું સયંમ ખોવે છે તો એનો નાશ થાય છે. એટલે જ એવરેસ્ટ પર આટલી બધી ઘટના થાય છે, આટલા બધા લોકોના મોત થાય છે. એવરેસ્ટમાં છુપું છે શિવનું જ્ઞાન અને ઘણા સાધકો અહીં આવીને એના જ્ઞાનને પ્રાપ્ત કર્યું છે. એવરેસ્ટમાં છુપાયેલી છે ઘણી ગુફાઓ જે લગભગ આ દુનિયાની સાથે જોડાણ કરે છે. અગર કોઈ ગુફાઓની જાત્રા કરે તે વીસા/પાસપોર્ટ વગર બધા દેશોની સૈર કરી શકે છે!!
જે એવરેસ્ટ ઊપર ખાલી પર્વાતારોહણ (mountaineering) કરવા જાય છે તેઓ એના તેજ અને એના ક્રોધમાં ખોવાઈ જાય છે, પણ જે એના જાજરમાન (majestic) શિખરોને પૂજવા જાય છે, તેને શિવના દર્શન થાય છે. શિવની ગંગા હર કોઈને પ્રાપ્ત થતી નથી. શિવની કૃપા હર કોઈને સમજાતી નથી. શિવની વિશાળતા હર કોઈ ને જચતી નથી. શિવની આરાધના હર કોઈથી થાતી નથી. બીજગંગા હરકોઈમાં જ્ઞાનનું બીજ વહાવતી નથી. એ દૃષ્ટિથી જોવું પડે છે, એ વિશ્વાસથી પૂજવું પડે છે. ઘણા સંતો આવ્યા અહિંયા, ઘણા સંતો પામ્યા અહિંયા, ઘણા સંતો મોક્ષ પામ્યા અહિંયા. અગર કોઈને શિવના સાક્ષાત્ દર્શન કરવા છે તો એને એવરેસ્ટના મુખના દર્શન કરવા. અગર કોઈને સાચેજ દુનિયાના ઉચ્ચ શિખર પર પહોંચવું છે, તો એને એવરેસ્ટની પૂજા કરવી, શિવની આરાધના કરવી. એવરેસ્ટ કોઈને ખાલી નથી રાખતો, એટલું આપે છે કે હર કોઈ કંઈ ને કંઈ પામે છે, બસ એ ભાવ થી આવવાનું છે.
શિશુપંગામાં બેસી સપ્તર્ષિની આરાધના કરવાથી, સપ્તર્ષિનું જ્ઞાન મળે છે, વેદો સમજાઈ છે, આરાધનામાં સફળતા મળે છે, મુશ્કેલી દૂર થાય છે, મોક્ષની તૈયારી થાય છે.
- આ પરા દ્વારા વર્ણવેલ વિવિધ આધ્યાત્મિક ક્ષેત્રોના આંતરિક રહસ્યો છે.