વિશ્વાસિની, મારી અમૃતધારા વાહિની
સુહાસિની, મારી જીવનધારા સ્વાસીણી
દયામિની, મારી અલૌકિક તેજ ધારીણી
પરમ કૃપાલીની, મારી મૃત્યુ વિજેશ્વરીની
જીવન જ્યોતિની, મારી પ્રિયતમ રોહિણી
જ્ઞાન ધારીણી, મારી અલોકેશ્વરી હંસવાહિની
સંઘર્ષ ખતમ કરનારી, મારી પ્રેમ વરસાવનારી
દિવ્ય આનંદીની, મારી નિર્મલ પ્રવાહીની
જુગ-જુગ ધારીણી, મારી અણુ-અણુમાં વસનારીની
શ્વેત વસ્ત્રધારીણી, મારી યોગબલ વાહિની
તું જ મારી દિવ્યતાથી ભરપૂર પ્રતાપિની
ઓ મારી કૃપાબિંદુસાગર નિવાસીની
તું જ મારી કામિની, ઓ શિવાસીની શિવેશ્વરી
ત્રિભુવનેશ્વરી, દિવ્યેશ્વરી, ધર્મેશ્વરી, અમૃતેશ્વરી
ઓ મારી જગજ્જનની માતા, તું છે મારી અખિલેશ્વરી
- ડો. ઈરા શાહ