ગુરુ પ્રેમની પ્રીત જ્યાં મને જાગી રે,
મનમાં શાંતિ અને તૃપ્તિ તો થઈ રે,
ગુરુ આનંદની ભીસ જ્યાં મને લાગી રે,
ત્યાં પ્રેમની મહેક મને તો મળી રે,
ગુરુ આજ્ઞામાં જ્યાં વિચલિત ખતમ છે,
ત્યાં જીવનની રીતમાં સરળતા રે,
ગુરુ પદમાં જ શાંતિ મળે રે,
આખા જગમાં ન એના જેવો બીજો દાખલો રે,
ગુરુ શરણમાં જે આનંદ મળે રે,
એના ચરણમાં જ મારું વૈકૂંઠ રે.
- ડો. ઈરા શાહ