ગુરુ ભક્તિમાં સિંચન થાય, પ્રેમનુ નવું સર્જન થાય,
ગુરુ પ્રેમમાં એકરૂપતા થાય, હર એક બાંધનું નિર્માણ થાય,
ગુરુ સમર્પણમાં આદેશ થાય, હર હાલમાં વિશ્વાસ દ્રઢ઼ થાય,
ગુરુ જ્ઞાનમાં જાગૃતિ થાય, પોતાની ઓળખાણની પહેચાન થાય,
ગુરુ સેવામાં આનંદ થાય, કર્મોના બળનું બલિદાન થાય,
ગુરુ કૃપામાં ચમત્કાર થાય, વિશ્વમાં પ્રભુની ઝંખના થાય,
ગુરુ શરણમાં બદલાવ થાય, એકરૂપતાનો અહેસાસ થાય,
ગુરુવંદનામાં યાચના થાય, નિત્ય જીવન-મરણના ફેરા પૂરા થાય,
ગુરુ શિક્ષણમાં પરિર્વતન થાય, વિકારોને બાળવામાં મદદ થાય,
ગુરુ આશિષમાં મુક્તિ થાય, પ્રારબ્ધને બદલવાની સંભાવના થાય,
ગુરુ સમૃદ્ધિમાં પુષ્ટિ થાય, દર્શન પ્રભુના નિત્ય થાય,
ગુરુ પ્રેરણામાં આંનદ થાય, વિશ્વ કલ્યાણનું કાર્ય થાય,
ગુરુ ચરણમાં શાંતિ થાય, કુબુદ્ધિ અહંકારનો નાશ થાય,
ગુરુ ક્ષમામાં પ્રેમ મળે, જીવનમાં સત્ય સમજવાની પહેચાન થાય,
ગુરુ આજ્ઞામાં સહુનું ભલુ થાય, સતચિત્તઆનંદનો પ્રકાશ થાય.
- ડો. ઈરા શાહ