અમરનાથની અમર કહાની,
શિવશક્તિની અમર રુબાની,
ના ક્યારેય અલગ થયા છે, ના ક્યારેય અલગ થશે,
સત્ત-ચિત્ત આનંદની અમર કહાની,
અચલ પ્રેમની અજોડ કહાની,
શ્વાસો ને પ્રાણોની મિલનની કહાની,
જીવનની અમૃતધારાની પરમ કહાની,
પરમ શાંતિની પરમ રૂવાની,
જ્ઞાન,પરબ્રહ્મની પૂર્ણ દર્શની,
પૂર્ણતાની પૂર્ણ કહાની,
આત્મતત્વ સ્થાપવાની કહાની.
- ડો. ઈરા શાહ