શિવ જ શક્તિ, શિવ જ ભક્તિ,
શિવ જ અંતરની હસ્તિ.
શિવ જ મસ્તિ, શિવ જ દ્રષ્ટિ,
શિવ જ મારા મનની વસ્તી.
શિવ જ પ્રેરણા, શિવ જ પ્રાર્થના,
શિવ જ છે મારા અંતરની અભિલાષા.
શિવ જ પૂજા, શિવ જ રચના,
શિવ જ છે મારા પ્રિતની અર્ચના.
શિવ જ વિશ્વાસ, શિવ જ મારો શ્વાસ,
શિવ જ છે મારા પ્રેમનો આભાસ.
શિવ જ પૂર્તિ, શિવ જ સમાપ્તિ,
શિવ જ છે મારા વિચારોની સમાધિ.
શિવ જ કૃપા, શિવ જ મંજિલ,
શિવ જ તો છે આ જન્મની સીમા.
શિવ જ ક્ષમા, શિવ જ નિઃસ્વાર્થ,
શિવ જ છે આ જગના એક જ નાથ.
- ડો. ઈરા શાહ