પાર્વતી પતિ, હર હર મહાદેવ;
વિશ્વના દાતા, હર હર મહાદેવ;
અંતરના ઉજાળનાર, હર હર મહાદેવ;
પ્રેમના ભંડારા, હર હર મહાદેવ;
કાળને હરનારા, હર હર મહાદેવ;
મનુષ્યમાં વસનારા, હર હર મહાદેવ;
શાંતિ સ્થાપનારા, હર હર મહાદેવ;
જ્ઞાન આપનારા, હર હર મહાદેવ;
વિશ્વાસ વધારનારા, હર હર મહાદેવ;
પાપ નાશ કરનારા, હર હર મહાદેવ;
કૃપા વરસાવનારા, હર હર મહાદેવ;
શ્વાસોમાં પ્રાણ પૂરનારા, હર હર મહાદેવ;
જગતકલ્યાણ કરનારા, હર હર મહાદેવ;
મારા હૈયામાં વસનારા, હર હર મહાદેવ.
- ડો. ઈરા શાહ