પ્રાણનાથા શિવા, ભૃજંગનાથ શિવા,
અમરનાથા શિવા, એ વિશ્વેશ્વર શિવા,
પ્રણવમંત્ર રચનારા શિવા, આનંદનાથા શિવા,
જ્ઞાનના ભંડારા શિવા, પ્રેમ વરસાવનારા શિવા,
પરમ કૃપા આપનારા શિવા, અર્ધનારેશ્વર શિવા,
ધ્યાનસ્થ શિવા, પ્રચંડદાયક શિવા,
અંતરધ્યાનસ્થ શિવા, પ્રલય વિનાશક શિવા,
શિવાનંદક શિવા, અમરતત્વ શિવા,
જગતકલ્યાણ કારક શિવા, ઓ પ્રાણોના સંચાલક શિવા,
જગત ગુરુ શિવા, સૃષ્ટિનાં સંચાલક શિવા.
- ડો. ઈરા શાહ