કરુણાનિધાન, વિશ્વવિધાતા;
જગતના દાતા, પરમ પરમાત્મા.
સ્વાધિન નિરાકાર, વૈષ્ણવ ધર્મ સ્થાપનારા;
નિજપ્રાણ પરમાત્મા, અંતરમન જગાડનારા.
દૈવિક દૃષ્ટિ રાખનારા, અંતરને સુઘારનારા;
સમસૃષ્ટિ રચનારા, પરમ જોગી અવધૂત નિરાકાર.
કર્મધર્મ નિધાન પ્રાણનાથા, ભૂત પિશાચથી મુક્ત કરનારા;
અમરતા આપનારા, ઓ પરમ પિતા પરમેશ્વર ન્યારા.
- ડો. ઈરા શાહ