કોસ્મિક તાંડવ રચયિતા, રાજ રાજેશ્વર નચયિતા
ધાર્મિક શાસન વિજેતા, પ્રલય નાશ વિધાતા
દિવ્ય આકાર બનાવતા, પૃથ્વી આકાશ રચયિતા
ભેદભાવ મિટાવતા, વેદ રચયિતા
પ્રેમભાવમાં રમાડતા, બ્રહ્માંડમાં આકાર રચયિતા
શાંતિ, આનંદ રૂપાંતા, નિરાકાર પરબ્રહમ બનાવતા
ગાન, નૃત્યમાં જીવાડતા, અંતર આનંદ ઊભરાવતા
મોક્ષ પ્રાપ્તિ શિખડાવતા, તૃપ્તિ સૃષ્ટિમાં વસાવતા
અર્ધનારેશ્વર સમાવતા, સમાનતા જગમાં રમાડતા
વિષ અમૃતને સર્જાવતા, ઋષિ, સંતને જીવાડતા
જગ વિકાર મુક્ત કરાવતા, હર જીવને મોક્ષ પમાડતા
કોસ્મિક તાંડવ રચયિતા, રાજ રાજેશ્વર નચયિતા
- ડો. ઈરા શાહ