દેવોની નગરીમાં વસેલા, ઓ શિવા પરમાત્મા;
અજ્ઞાનતાને હરતા, ઓ વિશ્વવિધાતા;
દિવ્યતાથી ભરપુર છે, ઓ તારી વિશાળતા;
મારા મનને સ્થિર કરનાર, ઓ મહાનતા.
અસીમ કૃપા વરસાવનાર, ઓ અમર દાતા;
પ્રેમની ધારા વહાવતા, ઓ શિવ અંતરાત્મા;
અજૂબા, અબોલા, અલેખા, ઓ નિરંકારા;
છતાં સુંદરતાથી લુભાવનાર, ઓ પરમેશ્વરા.
આનંદની વિશાળતા, ઓ તત સત લુભનારા;
સર્વ દિલમાં વસનારા, ઓ દિવ્યેશ્વરા.
- ડો. ઈરા શાહ