શિવની કળા, શિવની ભાષા, શિવનો વ્યવહાર;
શિવની પૂજા, શિવનું ડમરુ, શિવની આશ;
શિવનો પોકાર, શિવનો આનંદ, શિવની વાણી;
શિવની શક્તિ, શિવમાં વસે ભક્તિ, શિવનો પ્રેમ;
શિવની પરિભાષા, શિવની મહોબ્બત, શિવની અભિલાષા;
શિવની શાંતિ, શિવની મુક્તિ, શિવની સૃષ્ટિ;
શિવનું વૈરાગ્ય, શિવની આકાંક્ષા, શિવનો મહિમા;
શિવની પ્રીત, શિવની જીત, શિવની પ્રેરણા.
શિવની શું વાતો કરવી, શિવના શું વખાણ કરવાં?
શિવ વસે છે મારી અંદર, શિવને શું અલગ ગણવા.
શિવમાં ચિત્ત છે મારું, શિવમાં ધ્યાન છે મારું;
શિવની આરાધના કરીને, શિવમાં માન છે મારું.
શિવશક્તિના મિલનમાં છે, અરમાન તો મારું;
શિવના ચરણમાં તો છે સૌભાગ્ય તો મારું;
શિવના પ્રેમમાં તો છે, અસ્તિત્વ મારું.
- ડો. ઈરા શાહ