વીણાધારી શિવા, કલ્યાણકારી શિવા
ઇચ્છામુક્ત શિવા, વિકારોના વિનાશકારી શિવા
અંતરજ્ઞાની શિવા, પરમ કલ્યાણી શિવા
અદ્દભુત પ્રેમી ઓ શિવા, શિવાલયમાં વસનાર શિવા
જીવન મૃત્યુથી પરે શિવા, સર્વ કાર્યમાં છુપાયેલા શિવા
પરમ આંનદના પ્રવાહ, ઓ શાંતિ સ્થાપનારા શિવા
મોક્ષ આપનાર શિવા, કર્મ બાળનાર શિવા
ઊંચનિચના ભેદ તોડનાર શિવા, પ્રભુ પ્રેમ જગાડનાર શિવા
મનને શાંતિ આપનાર શિવા, ગુરુપ્રેમ દેનારા ઓ શિવા
જીવન ચલાવનારા શિવા, અતૃપ્ત ભાવો ભુલાવનારા શિવા
મૃત્યુથી બચાવનાર શિવા, સહુને શિવ બનાવનારા ઓ શિવા
- ડો. ઈરા શાહ