ભ્રૂજંગ માળા, ગંગાની ધારા
યોગમાં લીન, તંત્રના રચનારા
વૈરાગ્યમાં રહેનારા, શક્તિને પૂજનારા
ભસ્મ લેપન કરનારા, વિકારો નાશ કરનારા
અમૃત આપનારા, વિષને પીનારા
વેદ શિખવનારા, તાંડવથી સૃષ્ટિને કંપાવનારા
જગના પાલનહારા, હર જીવને મુક્તિ આપનારા
સર્વની સંભાળ રાખનારા, ત્રિનેત્રથી જ્ઞાન આપનારા
કાલીને શાંત કરનારા, સાધનામાં માર્ગદર્શન કરનારા
લુપ્ત શાસ્ત્ર ફરી શિખવનારા, અંતરમાં રહેનારા
પોકાર સહુની સાંભળનારા, શિવમાં સૃષ્ટિ રચનારા
કૈલાશમાં રહેનારા, શરીરભાન ભૂલાવનારા
વિરોધ સહુ દૂર કરનારા, જ્યોતિર્લિંગમાં જ્ઞાન આપનારા
અમરતા પ્રદાન કરનારા, અમરનાથમાં રહેનારા
મારી મુક્તિ માં રહેનારા, સદૈવ મારી સાથમાં રહેનારા
- ડો. ઈરા શાહ