અંતરમનના ઉંડાનમાંથી એક જ નાદ નિકળે છે; શિવોહમ્ શિવોહમ્
શરીરભાન ભુલાતા, એક જ સૂર ગુંજે છે; શિવોહમ્ શિવોહમ્
બ્રહ્માંડના ફેરા કરતા, એક જ મુદ્રા મળે છે; શિવલિંગ, શિવલિંગ
સૃષ્ટિના નિયમોમાં એક જ નિયમ મળે છે; શિવ સિદ્ધાંત, શિવ સિદ્ધાંત
ગણત્રી મનની જ્યાં વિસરાય છે, એક જ મૂલ્ય રહે છે; શિવસૃષ્ટિ નિકમ, શિવસૃષ્ટિ નિકમ
અલગતાના પરદા ખૂલતા, એક જ સંગીત મળે છે; શિવતત્વ સર્વમ્, શિવતત્વ સર્વમ્ ,
આદિનાદને નિરખતા, એક જ ર્દષ્ય મળે છે; શિવસર્વોત્તમ, શિવસર્વોત્તમ
મંજિલની દિવાર ઓળંગતા, એક જ ચમત્કાર મળે છે; શિવશૂન્યકારા, શિવશૂન્યકારા
- ડો. ઈરા શાહ