Para Talks » Sutra » Shiv Sutra - 1Shiv Sutra - 1
Date: 23-Aug-2014
તાંડવ જગમાં કર્યું છે, જગમાં ડમરુ વગાડ્યું છે
ૐ નાદનો આભાસ કરાવ્યો છે, મારો અનુભવ કરાવ્યો છે
નિરાકારમાં હું વસું છું, આકારમાં જચું છું
એક જ તો આ સત્ય છે, કે બધામાં હું જ વસું છું
ન કોઈ મારાથી પરાયો છે, ન કોઈ મારાથી અલગ છે
માયામાં તણાયા છે, પણ માયા તો હું જ છું
ન કોઈ સાચું છે, ન કોઈ ખોટું છે, ન કોઈ સમય છે, ન કોઈ પ્રલય છે
દુનિયા પણ તો મારી છે, મારા સિવાય જગમાં ન કોઈ બીજું છે
અંધકારમાં પણ હું જ છું, દીપકમાં તો પ્રગટ છું
આ સત્ય તો જાણવાનું છે, આ સત્ય સમજવાનું છે
પરિભાષા આની બદલાતી નથી, સત્ય કાંઈ બદલાતું નથી
હર સોચમાં પણ હું છું, હર સંકોચમાં પણ હું છું
દર્શનમાં પણ હું છું, દર્શીમાં પણ હું છું
માર્ગમાં પણ હું છું, માર્ગદર્શકમાં પણ હું છું
આંસુમાં હું રહું છું, ખુશીમાં પણ હું હસું છું
દુઃખદર્દમાં પણ હું છું, અમીરોમાં પણ હું છું
મારા સિવાય બીજું કાંઈ નથી, હું હું હું અને હું છું
- આ પરાનું સત્ય છે, જે પરા દ્વારા કહેવામાં આવ્યું છે.
tāṁḍava jagamāṁ karyuṁ chē, jagamāṁ ḍamaru vagāḍyuṁ chē
oṁ nādanō ābhāsa karāvyō chē, mārō anubhava karāvyō chē
nirākāramāṁ huṁ vasuṁ chuṁ, ākāramāṁ jacuṁ chuṁ
ēka ja tō ā satya chē, kē badhāmāṁ huṁ ja vasuṁ chuṁ
na kōī mārāthī parāyō chē, na kōī mārāthī alaga chē
māyāmāṁ taṇāyā chē, paṇa māyā tō huṁ ja chuṁ
na kōī sācuṁ chē, na kōī khōṭuṁ chē, na kōī samaya chē, na kōī pralaya chē
duniyā paṇa tō mārī chē, mārā sivāya jagamāṁ na kōī bījuṁ chē
aṁdhakāramāṁ paṇa huṁ ja chuṁ, dīpakamāṁ tō pragaṭa chuṁ
ā satya tō jāṇavānuṁ chē, ā satya samajavānuṁ chē
paribhāṣā ānī badalātī nathī, satya kāṁī badalātuṁ nathī
hara sōcamāṁ paṇa huṁ chuṁ, hara saṁkōcamāṁ paṇa huṁ chuṁ
darśanamāṁ paṇa huṁ chuṁ, darśīmāṁ paṇa huṁ chuṁ
mārgamāṁ paṇa huṁ chuṁ, mārgadarśakamāṁ paṇa huṁ chuṁ
āṁsumāṁ huṁ rahuṁ chuṁ, khuśīmāṁ paṇa huṁ hasuṁ chuṁ
duḥkhadardamāṁ paṇa huṁ chuṁ, amīrōmāṁ paṇa huṁ chuṁ
mārā sivāya bījuṁ kāṁī nathī, huṁ huṁ huṁ anē huṁ chuṁ
|
|