શિવ તત્ત્વ એ જ તો છે બ્રહ્મ તત્ત્વ, મોક્ષ તત્ત્વ, જ્ઞાન તત્ત્વ
શિવ તત્ત્વમાં શામિલ છે આરાધના અને આજ્ઞાનું પાલન
શિવ તત્ત્વમાં છે મંજિલનું આરંભ અને સમર્પણનું શરણ
શિવ એ જ તો છે શવની અંતરનું ચેતન, એ જ તો છે પ્રાણ
શિવ એ જ તો છે નિયમ, સંયમ અને અભિમાન
શિવ તત્ત્વમાં છે શામિલ ભક્તિ, પ્રાણાયમ, વ્યાયામ
શિવ તત્ત્વમાં છે અંતરનું કમળ, એકતાનો સાર
શિવ તત્ત્વમાં છે મનનું મિલન, જીવની તલ્લીનતા
શિવ તત્ત્વ જે કોઈ સમજે છે, અંતરમાં ઉતારે છે, તેને જ તો મળે છે જગતકલ્યાણનું અભિવરદાન
- ડો. ઈરા શાહ