શિવ તત્વ શું છે, હવે સમજાય છે
એક નિર્મલ ઘારા અલૌકિક પ્રેમની
એક સંપૂર્ણ જ્ઞાન એની ભાષાનું
એક નિર્ગુણ અવસ્થા પોતાના અસ્તિત્વની
એક અતૂટ અહેસાસ પરમ ભક્તિનો
શિવતત્વ પોતાની જાતને ઓળખવું
અને શિવતત્વ પોતાની જાતને ખોવી
શિવતત્વમાં જગત કલ્યાણમાં છુપાએલું છે
શિવતત્વમાં આનંદ ઉભરાય છે
શિવતત્વમાં આખી સૃષ્ટિ સમાય છે
- ડો. ઈરા શાહ