સમયની રફતાર ચાલતી રહી છે
ઈંતેજારની પળો વીતતી ગઈ છે
પ્રભુનો આવકાર અનદેખો થઈ રહ્યો છે
ધીમી ગતિમાં શ્વાસો લેવાઈ રહ્યા છે
જીવનની યાદો નજર સામે આવી રહી છે
ધડકનમાં ઠેહરાવ આવી રહ્યો છે
જીવ, એના પ્રાણ ત્યાગી રહ્યો છે
આત્મા, એના કર્મો નીરખી રહ્યો છે
સફર જીવનની પૂર્ણ થઈ રહી છે
આવા સમયમાં અફસોસ જાગી રહ્યો છે
મૃત્યુકાળ આવકારી રહ્યો છે
સંજોગોમાં કાળચક્ર સમાઈ રહ્યો છે
ભૂત, ભવિષ્ય, વર્તમાન એક થઈ રહ્યો છે
જીવનચેતના ખતમ થઈ રહી છે
પ્રાણોમાં ભાવો સમાઈ રહ્યા છે
જીવ પોતાની હત્યા કરી રહ્યો છે
ઈચ્છાઓના ખેલમાં તણાઈ રહ્યો છે
આવા સમયમાં પણ મનુષ્ય ઈશ્વરને ભૂલી રહ્યો છે
નવું જીવન આવકારી રહ્યું છે
કાયા હવે પશુ-પક્ષીની દેખાઈ રહી છે
અંતરમાં અજવાળું છવાઈ રહ્યું છે
પ્રભુની કૃપા દેખાઈ રહી છે
જીવ, પાછો પરિભ્રમણમાં આવી રહ્યો છે
નવી કાયા, નવો સંસાર બાંધી રહ્યો છે
આજીવન નવજીવનમાં સમાઈ રહ્યું છે
ફરી પાછો જીવ એ અહંકારમાં નાચી રહ્યો છે
નવા યુગમાં હવે નવા ખેલ શરૂ થઈ રહ્યા છે
આ છે કાળચ્રક જીવનનું, અને આ છે માયા સંસારની
કે હર જીવ આખિર ખુદને ભૂલતો રહ્યો છે
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.