જ્યાં પ્રેમના પ્રવાહની શરૂઆત થાય છે, ત્યારે અંતરમાં ઉમંગનો અનુભવ થાય છે, મનને શાંતિ પ્રાપ્ત થાય છે અને વિચારો શૂન્ય થવા લાગે છે. આ અવસ્થા જ્યારે શરુ થાય છે, ત્યારે ધ્યાનની શરૂઆત થાય છે. અંતરના આકાશમાં શૂન્યકારાનો અનુભવ થાય છે. અવસ્થામાં, પોતાની ઓળખાણ વિસરાય છે અને પરમ શાંતિનો આરંભ થાય છે. પ્રેમમાં સતત રહેવું, એ અતિ આવશ્યક છે. મન સતત માયા અને બહારી દુનિયામાં પ્રસરે છે અને જીવન સતત એના નાચમાં વ્યતિત થાય છે. આ અવસ્થામાં જ જીવનનું ધ્યેય ભુલાય છે અને જીવ કર્મના ખેલમાં બંધાય છે.
જાગૃતિ પ્રેમથી આવે છે અને જીવન સુંદર બને છે. હર સમય પ્રેમના પ્રવાહમાં ખોવાએલો માનવી પ્રેમની નિષ્ઠા અને પ્રીતની પુકારમાં જ રહે છે. જ્યાં પ્રેમ છે, ત્યાં ઈન્દ્રિયો આપોઆપ અંતરમાં ચાલી જાય છે અને ત્યાં મનના વિચારો બંધ થઈ જાય છે. જ્યાં પ્રેમમાં પ્રભુ વસી જાય છે, ત્યાં દિવ્યતા આપોઆપ આવે છે, મનની મોકળાશ આવે છે અને પ્રફુલિતતા જાગૃત થાય છે. એવા પ્રેમમાં પ્રભુ સાથે સંવાદ થાય છે અને ધડ઼કનમાં એ સમાઈ જાય છે.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.