દ્વારકામાં જઈ દ્વારકાધિશના દર્શન કરી ખૂબ આનંદ થયો. એવું લાગ્યુ કે શિવ જ કૃષ્ણના સ્વરૂપમાં ત્યાં બિરાજમાન છે. કૃષ્ણના સાક્ષાત્ દર્શન થવા, તેનો પ્રેમ પામવો ખૂબ આનંદની વાત છે. કૃષ્ણ એટલો મધુર છે, એટલો મોહિલો છે કે એને જોતા જ ભાન ભુલાય છે. એનો પ્રેમ મહેસૂસ કરતા એનામાં ખોવાઈ જવાય છે. એની સુંદરતા એના પ્રેમમાં છે - એ પ્રેમ જે મીઠી સમજવાલો (sweet understanding) છે, જે પ્રેમમાં એક મીઠાશ છે, જે ખાલી પ્રેમ આપે છે અને જે પ્રેમ ખાલી આનંદ વરસાવે છે, આવા પ્રેમને કઈ રીતે કહેવું કે લખવું- એ સંભવ નથી. આવા પ્રેમ માટે કોઈ શબ્દો નથી. આવા પ્રેમ માટે કોઈ ભાષા નથી. જે પ્રેમ પાછળ રાધા દીવાની બની, ગોપીઓ બાવરી બની, એ પ્રેમ મળતા જ આનંદ આનંદ થઈ જાય છે. આવો પ્રેમ મળે પછી બીજુ શું જોઈએ. કોઈ માંગ નથી હોતી, કોઈ બીજી ઇચ્છા નથી હોતી, કોઈ અભિમાન નથી હોતું. આ પ્રેમનો વિયોગ પણ સહન નથી થાતો, આ પ્રેમથી બિછડવું સંભવ નથી. આ પ્રેમ તો સાથે ને સાથે સદૈવ રહે છે. આ પ્રેમને કોઈ કાળમૃત્યુ નથી. પ્રેમ કોઈ સમય, જગ્યા, શરીર સાથે સ્થિત નથી. એવા પ્રેમમાં એક થઈ જવું એ કેટલા ખુશીની વાત છે. પ્રભુની કૃપા જ્યારે જોઊં કે આ પ્રેમ એમના ભક્તોને આપવા એમણે જન્મ લીધો અને લીલા રચિ તો એમની વિશાળતા સમજાઈ છે. જે પ્રેમ માનવ શરીરમાં રહીને એમણે આપ્યો, એવા પ્રેમમાં રમીને અમે તો ધન્ય થઈ ગયા. આ પ્રેમ ગોપીઓ સમજી શકી, રાધા એમાં એક થઈ શકી પણ આ પ્રેમ બાકી બધા કેમ ના સમજી શકયા? કારણ કે તેમને કૃષ્ણને કાં તો પતિ સ્વરૂપે, ભાઈ સ્વરૂપે, સખા સ્વરૂપે, પિતા સ્વરૂપે કાં તો પુત્ર સ્વરૂપે જોયા. એમને કૃષ્ણ ને પ્રેમસ્વરૂપે જોયા જ નહીં. આ છે કૃષ્ણના અમર પ્રેમની કહાની. જે જે ભક્તો આ પ્રેમને પરખી સક્યા છે તે કૃષ્ણમાં સમાઈ ગયા છે. નરસિંહને લો કે પછી મીરાને, ચૈતન્ય મહાપ્રભુને લો કે પછી સૂરદાસને. કૃષ્ણ પ્રેમની ભક્તિ એવી પરમ ભક્તિ છે, જેમાં પોતાનું કાંઈ ભાન નથી રહેતું. જ્યાં પોતાનું કાંઈ નામ નથી હોતું, ખાલી મધુર પ્રેમ હોય છે. બીજું કાંઈ નથી હોતું. પછી પ્રેમી પણ નથી હોતા- ખાલી પ્રેમ હોય છે, જે પ્રભુનું પરમ સ્વરૂપ છે, જે નિરાકાર છે છતાં મધુર પ્રેમ છે. આ મધુર પ્રેમ સમયકાળ થી પરે છે. આજ મધુર પ્રેમમાં ખોવાઈ જતા, We go back to our origin, Our true self the infinite. Amen.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.