શિવતત્વ શું છે, પ્રભુતત્વ શું છે, એ સમજાતુ નથી. શું નિર્ધનને જોઈ, હૈયું કૃપા વરસાવે, શું દુઃખી ને જોઈ એના માટે પ્રાર્થના ઊઠે, શું વૈરાગ્યમાં રહી, જે હજી પ્રભુની તડપમાં રહે, એની તડપ દૂર થાય, શું એ શિવતત્વ છે? શિવતત્વ આપણી અંદર છે, શિવતત્ત્વ તો આપણી વિશુદ્ઘ આત્મા છે, જેનામાં કોઈ છળકપટ નથી, જેનામાં કોઈ વેર નથી, જેનામાં કોઈ જિજ્ઞાસા નથી, જે સરલ છે, જેનામાં કોઈ શોરશરાબો નથી, જેનામાં કોઈ શંકા નથી, જેનામાં કોઈ છીનવાની અનુભુતિ નથી. જે શિવને માને છે, એ શિવ ના કે મંદિરમાં છે, એ શિવ ના કે કૈલાશ પર વાસ કરે છે, પણ એ શિવ જે સર્વમાં છે, એ શિવ જે નિર્ગુણ, નિરાકાર છે, એ શિવ જે કણ કણમાં વસે છે, એ શિવ જે શવ ને ચેતનવંતું બનાવે છે, એ શિવ જે સર્વને ચલાવે છે, એ શિવ જે સૃષ્ટિ ને ચલાવે છે, એ શિવ જે ન ધ્યાનમાં છે પણ એ શિવ જે સતત સાથે છે, સતત પ્રેમમાં છે, સતત પ્રેરણા આપે છે, એ શિવ છે જે ક્યારેય ખતમ નથી થતો, એ શિવ જે સમયની પરે છે, એ શિવ જે બ્રહ્માંડથી પણ પરે છે, એ શિવ જે મારી અંદર છે, એ શિવ જે સર્વ સંસાર ચલાવે છે, એ શિવ જે બધું કરાવે છે, એ શિવ જે પ્રથમ ચરણ છે અને એ શિવ જે અંતિમચરણ છે, એજ શિવ તત્વ સમજી શકે છે.
શું ખબર નથી કે શિવ વગર આ જીવન ન ચાલી શકે, શું ખબર નથી કે શિવ વગર કંઈ સંભવ નથી, ખબર નથી કે શિવ એજ તો સર્વનું અસ્તિત્વ છે, શિવ વગર કોઈ તત્વ નથી.
ન કોઈ સ્ટેજેસ છે, ન કોઈ શિવ તત્વ સમજવાના રસ્તા છે. શિવતત્વ સમજવું એની કૃપા છે, શિવ તત્વ નિરખવું, એની અભિલાષા છે. જે તત્વ થી એ ખુશ થાય છે એ શિવતત્વ છે, જે તત્વથી એ નારાજ થાય છે, એ એના વિરૂદ્ધ છે. છેવટે તો ખાલી શિવ રહે છે, ન કોઈ તત્વ, ન કોઈ સ્ટેજેસ,ન આંતરિક ઇંજિનિરિંગ, ખાલી શિવ અને શિવ, સર્વે ખાલી શિવ બચે છે.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.