Shiv Union Yoga

Para Talks » Articles » Shiv Union Yoga

Shiv Union Yoga


Date: 31-Jul-2016

Increase Font Decrease Font
શિવની આરાધના કરવાથી શિવ જેવું બનાય છે. શિવની મહિમા સાંભળીને એનામાં ખોવાઈ જવાય છે. શિવની શાંતિ અને શિવની અનુપમા બનાય છે. શિવ સાધના સરળ નથી. શિવને પામવા આસાન નથી. શિવની સોચને સમજવું, એને અપનાવવું, એનામાં લીન થવું, એજ શિવની સાધના છે. શિવ જેને પોતાના ગણે છે, તેજ શિવ જેવા બની શકે છે. માળા કરવાથી, પૂજા કરવાથી, શિવ નથી પમાતા. સાચા હૃદયથી જે શિવને પુકારે છે, તેજ શિવને પામે છે. શિવની આરાધના અધૂરી છે અગર એમાં શક્તિની આરાધના નથી. શક્તિને પૂજવાથી શક્તિ શિવની સમજાય છે. શિવની ઉડાન એટલી ઊંચી છે કે કોઈ એ ઉડાન સુધી પહોચી નથી શકતું. શિવની સૃષ્ટિ એટલી વિશાળ છે કે સૃષ્ટિની માપ કરવી પણ ગાંડપણ છે. શિવની અસીમ કૃપા થાય છે ત્યારે જ એ ઉડાન સુધી પહોંચાય છે. શિવની સમીપતા મળે છે ત્યારે જ શિવ જેવા બનાય છે. શિવ શક્તિનું પૂજન કોઈ મંત્ર, કોઈ યંત્રીથી નથી થાતું. ફક્ત દિલથી થાય છે. જે મંત્ર કે યંત્ર પાછળ ભાગે છે તે ખાલી સિદ્ધિઓ પાછળ ભાગે છે. મનુષ્ય પ્રભુનું દિલ યંત્ર અને મંત્રથી કઈ રીતે જીતી શકે છે? પ્રભુનું દિલ જીતવું હશે તો એને પ્રેમ કરવો પડશે, એનામાં ખોવાવું પડશે, એનામાં શૂન્ય થવું પડશે. ખાલી જ્ઞાનની ભાષાથી પ્રભુ નથી મળતા. ખાલી જ્ઞાન એક સૂકું રણ છે, એમાં પ્રેમના વાદળો જ્યારે આવે છે, ત્યારે જ એમાં પ્રભુ સમજાય છે. ત્યારે જ પ્રભુ પ્રાપ્ત થાય છે. કોઈ એક માર્ગ નથી હોતો પ્રભુને પામવાનો. એમ નથી થતું કે ફક્ત ભક્તિ થાય. પરમ ભક્તિમાં જ્ઞાન તો જાગી જ જાય છે. ખાલી જ્ઞાન નથી મળતું. જ્યારે જ્ઞાન પરમ પ્રાપ્ત થાય છે, ત્યારે પ્રભુ માટે ભક્તિ જાગી જ જાય છે. જ્યારે કર્મમાં પ્રભુની સેવા, એના માટે તો પ્રેમ જાગે છે, ત્યારે કર્મ પ્રભુ કરાવે છે. આ છે સહજ ક્રિયા યોગ. ત્યારે પ્રભુની પ્રેરણા એજ આપણી પ્રેરણા, પ્રભુનું ચિત એજ આપણુ ચિત, પ્રભુની દૃષ્ટિ એજ આપણી દૃષ્ટિ. જે કર્મના આધિન પ્રભુ તરફ ચાલે છે, તે પ્રભુમાં સહશરીર એક થાય છે. જે ખાલી એના કાર્ય કરે છે, એ પોતાના કાર્ય ગણે છે. ભક્તિથી પ્રભુમાં લીન થવાય છે, પણ પરમ ભક્તિમાં પ્રભુમાં એક થવાય છે, જ્યાં સુધી ભક્તિમાં પ્રભુ છે અને આપણે છીએ, ત્યાં સુધી અલગતા છે પણ જ્યારે પ્રભુમાં એક થઈએ છીએ, ત્યારે પ્રભુમાં અને આપણામાં કોઈ અંતર નથી રહેતું. પ્રભુમાં સહશરીર સમાય જવાય છે, ત્યારે ક્રિયા યોગની શરૂઆત થાય છે અને સહજતાથી પ્રભુના કાર્ય થાય છે. જ્યારે જ્ઞાનમાં બ્રહ્માંડના દર્શન થાય છે, ત્યારે બ્રહ્માંડમાં નિરાકાર થવાય છે. જે ભક્તિથી પ્રભુને પામે છે, તે ભજનો લખે છે, ભક્તિથી ભક્તોને રિજાવે છે. જે જ્ઞાનથી પ્રભુને પામે છે, તે પ્રવચન આપે છે, સામૂહિક લોકોમાં જાગૃરતી લાવે છે, જે સહજ ક્રિયાથી પ્રભુને પામે છે, તે જગત કલ્યાણના કામમાં રહે છે, લોકોના દુઃખ દૂર કરે છે. તેમને શાંતિ અને પ્રેમ આપે છે. જે આ બધું પામે છે, તે પ્રભુના ત્રિવિધ સ્વરૂપને પહેચાને છે અને ત્રિવિધ રીતે પ્રભુને અપનાવે છે. પછી કોઈ બ્રહ્મા, વિષ્ણુ કે મહેશ નથી હોતું, કોઈ જ્ઞાન, ભક્તિ કે ક્રિયા યોગ નથી હોતા, ખાલી એકરૂપ હોય છે. ન કોઈ સ્વરૂપ હોય છે, ન કોઈ બ્રહ્માંડ હોય છે, ખાલી નિજભાન હોય છે.
આ છે શિવશક્તિની આરાધનાનું પરિણામ, આ છે મહિમા શિવની, આ છે લીલા એના જ્ઞાનની, આ છે ભક્તિ સર્વ પ્રાણની, આ છે મધુરતા એના નિયમોની, આ છે ગાથા એના સૂત્રની, આ છે કોમલતા એના હૃદયની, આ છે લીનતા એના પ્રેમની, આ છે અજવાળું એની મહાનતાનું,


- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.


Previous
Previous
Shiv Tatva
Next
Next
Shraadh
First...131132...Last
શિવની આરાધના કરવાથી શિવ જેવું બનાય છે. શિવની મહિમા સાંભળીને એનામાં ખોવાઈ જવાય છે. શિવની શાંતિ અને શિવની અનુપમા બનાય છે. શિવ સાધના સરળ નથી. શિવને પામવા આસાન નથી. શિવની સોચને સમજવું, એને અપનાવવું, એનામાં લીન થવું, એજ શિવની સાધના છે. શિવ જેને પોતાના ગણે છે, તેજ શિવ જેવા બની શકે છે. માળા કરવાથી, પૂજા કરવાથી, શિવ નથી પમાતા. સાચા હૃદયથી જે શિવને પુકારે છે, તેજ શિવને પામે છે. શિવની આરાધના અધૂરી છે અગર એમાં શક્તિની આરાધના નથી. શક્તિને પૂજવાથી શક્તિ શિવની સમજાય છે. શિવની ઉડાન એટલી ઊંચી છે કે કોઈ એ ઉડાન સુધી પહોચી નથી શકતું. શિવની સૃષ્ટિ એટલી વિશાળ છે કે સૃષ્ટિની માપ કરવી પણ ગાંડપણ છે. શિવની અસીમ કૃપા થાય છે ત્યારે જ એ ઉડાન સુધી પહોંચાય છે. શિવની સમીપતા મળે છે ત્યારે જ શિવ જેવા બનાય છે. શિવ શક્તિનું પૂજન કોઈ મંત્ર, કોઈ યંત્રીથી નથી થાતું. ફક્ત દિલથી થાય છે. જે મંત્ર કે યંત્ર પાછળ ભાગે છે તે ખાલી સિદ્ધિઓ પાછળ ભાગે છે. મનુષ્ય પ્રભુનું દિલ યંત્ર અને મંત્રથી કઈ રીતે જીતી શકે છે? પ્રભુનું દિલ જીતવું હશે તો એને પ્રેમ કરવો પડશે, એનામાં ખોવાવું પડશે, એનામાં શૂન્ય થવું પડશે. ખાલી જ્ઞાનની ભાષાથી પ્રભુ નથી મળતા. ખાલી જ્ઞાન એક સૂકું રણ છે, એમાં પ્રેમના વાદળો જ્યારે આવે છે, ત્યારે જ એમાં પ્રભુ સમજાય છે. ત્યારે જ પ્રભુ પ્રાપ્ત થાય છે. કોઈ એક માર્ગ નથી હોતો પ્રભુને પામવાનો. એમ નથી થતું કે ફક્ત ભક્તિ થાય. પરમ ભક્તિમાં જ્ઞાન તો જાગી જ જાય છે. ખાલી જ્ઞાન નથી મળતું. જ્યારે જ્ઞાન પરમ પ્રાપ્ત થાય છે, ત્યારે પ્રભુ માટે ભક્તિ જાગી જ જાય છે. જ્યારે કર્મમાં પ્રભુની સેવા, એના માટે તો પ્રેમ જાગે છે, ત્યારે કર્મ પ્રભુ કરાવે છે. આ છે સહજ ક્રિયા યોગ. ત્યારે પ્રભુની પ્રેરણા એજ આપણી પ્રેરણા, પ્રભુનું ચિત એજ આપણુ ચિત, પ્રભુની દૃષ્ટિ એજ આપણી દૃષ્ટિ. જે કર્મના આધિન પ્રભુ તરફ ચાલે છે, તે પ્રભુમાં સહશરીર એક થાય છે. જે ખાલી એના કાર્ય કરે છે, એ પોતાના કાર્ય ગણે છે. ભક્તિથી પ્રભુમાં લીન થવાય છે, પણ પરમ ભક્તિમાં પ્રભુમાં એક થવાય છે, જ્યાં સુધી ભક્તિમાં પ્રભુ છે અને આપણે છીએ, ત્યાં સુધી અલગતા છે પણ જ્યારે પ્રભુમાં એક થઈએ છીએ, ત્યારે પ્રભુમાં અને આપણામાં કોઈ અંતર નથી રહેતું. પ્રભુમાં સહશરીર સમાય જવાય છે, ત્યારે ક્રિયા યોગની શરૂઆત થાય છે અને સહજતાથી પ્રભુના કાર્ય થાય છે. જ્યારે જ્ઞાનમાં બ્રહ્માંડના દર્શન થાય છે, ત્યારે બ્રહ્માંડમાં નિરાકાર થવાય છે. જે ભક્તિથી પ્રભુને પામે છે, તે ભજનો લખે છે, ભક્તિથી ભક્તોને રિજાવે છે. જે જ્ઞાનથી પ્રભુને પામે છે, તે પ્રવચન આપે છે, સામૂહિક લોકોમાં જાગૃરતી લાવે છે, જે સહજ ક્રિયાથી પ્રભુને પામે છે, તે જગત કલ્યાણના કામમાં રહે છે, લોકોના દુઃખ દૂર કરે છે. તેમને શાંતિ અને પ્રેમ આપે છે. જે આ બધું પામે છે, તે પ્રભુના ત્રિવિધ સ્વરૂપને પહેચાને છે અને ત્રિવિધ રીતે પ્રભુને અપનાવે છે. પછી કોઈ બ્રહ્મા, વિષ્ણુ કે મહેશ નથી હોતું, કોઈ જ્ઞાન, ભક્તિ કે ક્રિયા યોગ નથી હોતા, ખાલી એકરૂપ હોય છે. ન કોઈ સ્વરૂપ હોય છે, ન કોઈ બ્રહ્માંડ હોય છે, ખાલી નિજભાન હોય છે. આ છે શિવશક્તિની આરાધનાનું પરિણામ, આ છે મહિમા શિવની, આ છે લીલા એના જ્ઞાનની, આ છે ભક્તિ સર્વ પ્રાણની, આ છે મધુરતા એના નિયમોની, આ છે ગાથા એના સૂત્રની, આ છે કોમલતા એના હૃદયની, આ છે લીનતા એના પ્રેમની, આ છે અજવાળું એની મહાનતાનું, Shiv Union Yoga 2016-07-31 https://myinnerkarma.org/articles/default.aspx?title=shiv-union-yoga

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org