શું કહું શ્રાવણના મહિના માટે, એવો અમૂલ્ય સમય છે, એવો અદ્વૈત કાળ છે જેમાં પ્રભુને યાદ કરવાથી, પ્રભુનું મિલન જલદી થાય છે.
એવા સમયની વાત છે જ્યારે પ્રભુ હજી સૃષ્ટિની રચના કરી રહ્યા હતા. વિચારોથી એ જગનું નિર્માણ કરી રહ્યા હતા. વિવિધ પ્રકારના તારા, ગ્રહોનું નિર્માણ કરી રહ્યા હતા. જ્યારથી નિર્માણની શુરૂઆત થઈ ત્યારથી સમયનું પણ કાળચક્ર શરૂ થયું. ત્યારે પ્રભુએ સમયને કાળમાં પરિવર્તિત કર્યું. જેની શરૂઆત થાય છે, તેનો અંત પણ થાય જ છે. ત્યારે શરૂઆતના કાળને શુભ માનવામાં આવ્યો અને અંતને અશુભ ગણવામાં આવ્યો. જે શુભ સમય છે તેમાં એમણે છીંડું (loopholes) છોડયું કે જે પ્રભુને યાદ કરે છે તે પ્રભુ તરફ વધે છે. જે અશુભ સમય છે, ત્યારે પણ અગર એ પ્રભુને યાદ કરે છે તો એ શુભ સમય તરફ આવી જાય છે. એટલે જ સમયના કાળની ચાવી આપણા હાથમાં છે. આપણા શુભ અને અશુભ સમયને આપણે બનાવી શકીએ છીએ. જે સમયના કાળ પ્રમાણે ચાલે છે, એ એની ચાવી સમયને આપી દે છે. જન્મ મળે એ શુભ સમય છે કે હવે આ જીવ પ્રભુ તરફ આગળ વધશે. મૃત્યુનો સમય અશુભ કાળ, કારણ એ જીવ પ્રભુને ના મળ્યો, પાછો ફરી ચક્રવ્યૂહમાં આવી ગયો.
આપણે બધા અભિમન્યુ જેવા છીએ – જેને સમયના કાળચક્રમાં જતા તો આવડે છે પણ જેને એમાંથી બાહર નિકળતા આવડતું નથી.
જે માનવી પ્રભુ મિલનમાં લીન થાય છે, તે કાળથી પરે થઈ જાઈ છે. તેને કોઈ શુભ અશુભ લાગુ નથી પડતું. એવી જ રીતે જ્યારે પ્રલય થાય છે, ત્યારે કાંઈ બાકી નથી રહેતું. જે શૂન્યમાંથી આવે છે અને જ્યારે શૂન્યમાં મળી જાય છે, ત્યારે એ કાળથી પરે થઈ જાય છે. જે મોક્ષ પામે છે, તે સર્વદા કાળથી પરે થાય છે.
હવે જ્યારે પ્રભુએ સૃષ્ટિનું નિર્માણ કર્યું, ત્યારે એક નિશ્ચિત સમયની એમણે રચના કરી છે. એ નિશ્ચિત સમય જ્યારે થઈ જશે, ત્યારે આ સૃષ્ટિ ખતમ થઈ જશે. ત્યાં સુધી એમાં રહેલા જીવોને એમના સમય પહેલા પ્રભુને પામવાનો એ મોકો આપતો જ રહે છે. જે એમને એમ પ્રભુમાં શૂન્ય થઈ જશે, પ્રભુને પામ્યા વગર તેને કાંઈ નહીં મળે પણ જે પ્રભુમાં એક થશે, એમને સૃષ્ટિના પ્રલય પછી પણ ભાન હોય છે, પ્રભુમાં એક હોય છે. સતત એમને એમની ઓળખ હોય છે. World may cease to exist but they still have that realisation of being one in god. For they are above creation and destruction. They never lose their sense of oneness. They may witness many cycles of creation and destruction, but they will never ever become part of it. They may continue to do their work as needed but they do not cease to exist.
એટલેજ એમ કહેવામાં આવ્યું છે કે શિવ સદા છે - સદાશિવ. આ પૃથ્વી ખતમ થશે, કૈલાશ પણ નહીં હોય, તો એ શિવ હશે. તેમ જ સૃષ્ટિ નહીં હોય, તો જીવાત્મા નહીં હોય, પણ પરમાત્મા તો હશેજ. God does not need space to exist, god exists even when space is not there. Similarly, those who achieve god will continue to exist even if this world is not there.
એટલે જ કહેવામાં એમ આવ્યું છે કે પ્રભુને ભજો, પ્રભુમાં એક થાવ, પ્રભુના મિલનની તૈયારી કરો. કેમ એમ નથી કહેવામાં આવ્યું કે જીવનકાળમાં કાળ પ્રમાણે ચાલ્યે રાખો? જ્યારે સૃષ્ટિનો પ્રલય થશે, ત્યારે આપોઆપ તમે શૂન્યમાં પરિવર્તિત થશો કારણકે જ્યારે પ્રલય થાઈ છે, ત્યારે everything becomes nothing-you will be nothing, you will also not be that omnipresent, omniscience because you will just not exist. You will be destroyed and there will be nothing left. But if you have achieved, you will be ever-pervading, ever-present, ever essence of god.
સમયના કાળમાં આપણે બધા આપણા વિનાશ તરફ ચાલી રહ્યા છીએ. એવા અંત તરફ આપણે જઈ રહ્યા છીએ, જ્યાં આ જીવનનો કોઈ અર્થ નથી, કોઈ મતલબ જ નથી. પ્રભુ તરફ પ્રયાણમાં જ આપણી મુક્તિ છે, એ આપણી હકીકત છે.
If I create a world and destroy it, will that world and its characteristics ever exist? No, nothing remains-nothing at all remains.
That is the meaning of Sadhana and the meaning of our existence. This is the meaning of gyaan and this is the meaning of our presence.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.