ત્રાટક પણ એક શક્તિને વશમાં કરવાની સિદ્ધિ છે. પછી ભલે એ માનવી હોય કે કોઈ વસ્તુ હોય પણ ત્રાટકથી એને વશમાં કરી શકાય છે. ત્રાટક એક એવી સિદ્ધિ છે જે લોકોને બદલાવી શકે છે. ગુરુ ત્રાટક દ્વારા શિષ્યને આગળ લઈ જઈ શકે છે. દોષી લોકો પણ એનો ઉપયોગ કરી શકે છે. ત્રાટક પણ બે ધારી તલવાર છે. રસ્તો આસન છે પણ ક્યારે ચૂકી જવાય એ ખબર નથી. ત્રાટક ક્યારેય પણ પોતાના ફાયદા માટે નથી કરાતો. અગર એ થાય છે તો ત્રાટક ભિક્ષુક બની જાય છે અને વિરોધાભાસમાં કામ કરે છે, પછી એ ત્રાટક કરવા વાળાને જ ખાઈ જાય છે. જે શક્તિથી તમે લોકોને વશમાં કરો છો, એ શક્તિ પછી તમને વશમાં કરી તમારો જ નાશ કરે છે, એટલે ત્રાટક સહુ કોઈ કરતા નથી. એટલે જ ત્રાટક સહુ કોઈને આવડતું નથી.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.