અંત થાય છે, અંત થાય છે;
અંધકારનો અંત હંમેશા થાય છે.
દૂર થાય છે, દૂર થાય છે;
લોકોની ગેરસમજ હંમેશા દૂર થાય છે.
આંદોલન આવે છે, આંદોલન આવે છે;
અત્યાચાર સામે કાયમ આંદોલન આવે છે.
સચ્ચાઈ જીતે છે, સચ્ચાઈ જીતે છે;
ક્રુરતા સામે કાયમ સચ્ચાઈ જીતે છે.
શ્રદ્ધા પામે છે, શ્રદ્ધા પામે છે;
જગતમાં જીવ હંમેશા ભગવાનને જ ચાહે છે.
- ડો. હીરા