મન ચાહી વાતો, મન ચાહ્યા સંવાદો;
મન ચાહ્યા લોકો અને મન ચાહ્યા સ્વાદો.
આજ મન પસંદ દુનિયામાં આપણે જીવીએ છીએ,
આજ મન ચાહ્યા વ્યવસાયમાં ખોવાયો છે;
હકીકત એ છે કે આપણા મનના ગુલામ બનીયે છીએ.
વસે છે પ્રભુ સહુ કોઈના દિલમાં,
છતાં અમુક ને જ પસંદ કરીએ છીએ.
મન ચાહી યાદો આપણને લુભાવે છે,
મન ચાહ્યા મિત્રો આપણને ગમે છે,
આખર આપણે જ પોતાના મનને આધીન જીવીએ છીએ.
- ડો. હીરા