બંધનો છૂટે છે, બંધનો તૂટે છે, જીવનની દોર ક્યારે છૂટે છે?
અમૃત્વની પ્રેરણા કરીએ છીયે, જીવનમાં બંધનમાં પ્રકાશ ગોતીએ છીએ.
આવકારીએ છે સહુ ઇચ્છાનું બાંધ જીવનમાં, એક સાથી ગોતીએ છીએ;
પણ બિછડેલાને યાદ કરીને ખાલી ફરિયાદ કરીએ છીએ.
કોણ કોઈનો છે એ ખબર નથી, ખાલી એક સોચમાં ફરીએ છીએ;
દુવિધામાં ચાલીએ છીએ, મૃગજળ પાછળ ભાગીએ છીએ.
કોઈ કોઈની સાથમાં આવતું નથી, હરએક પોતાના સમયે બિખરે છે;
મંઝિલની તલાશમાં ક્યારેક આપણે પોતાની જાતને ભૂલીએ છીએ.
વિશ્વાસ નથી કે આ જગનો વિનાશ છે, કલ્પના નથી કે આ સાથ છૂટવાનો છે;
બેકાબૂ થઈને ખાલી કિસ્મતને કોસીએ છીએ, હાલ પર આપણા રડીએ છીએ.
- ડો. હીરા