પવિત્ર બંધનનું વર્ણન કઈ રીતે કરવું?
જે બંધનમાં ન કોઈ લેવાદેવાની વાત છે;
જે બંધનમાં ન કંઈ પામવાની કે ખોવાની વાત છે;
જે બંધન જન્મોજન્મથી એમ ને એમ છે;
જે બંધન ન કોઈ ગેર છે, ન કોઈ પરાયું છે;
જે બંધનમાં પ્રેમ અતૂટ છે;
જે બંધનમાં સન્માનની વાતો જળવાઈ છે;
જે બંધનમાં ન કોઈને દોષ અપાય છે;
જે બંધન પૂર્ણતા પર છે;
જે બંધનમાં ન કોઈ બંધન છે;
જે બંધનમાં ન બે છે, જેમાં એકરૂપતા છે;
જે બંધન મુક્તિનો માર્ગ બને છે;
જે બંધનમાં ન કોઈ ગાંઠ છે, ન કોઈ ખોટાપણું છે;
જે બંધનમાં ન ઉદ્વેગ છે;
જે બંધનમાં બીજાની પીડા દૂર કરવાની શક્તિ છે;
જે બંધન મોક્ષ પમાડે છે;
જે બંધનમાં ન કોઈ સંકોચ છે;
જે બંધનમાં ન કોઈ સમય વ્યર્થ છે;
જે બંધનની ગાંઠમાં ન કોઈ ગાંઠ છે;
જે બંધન સાત ફેરાથી પણ પરે છે;
જે બંધન પ્રભુને અઝીઝ છે;
જે બંધનમાં એક મીઠાશ છે;
જે બંધનમાં સ્થાન પ્રથમ ખાલી એના પ્રેમીનું છે;
જે બંધન દિલમાં એક સુકૂન આપે છે;
જે બંધન સમયમાં પણ નવું લાગે છે;
જે બંધનમાં ન કોઈ જન્મ-મરણનો રિશ્તો છે;
જે બંધનમાં સ્વાર્થની કોઈ જ માત્રા નથી;
જે બંધનમાં મુશ્કેલીઓ ના આવી શકે છે;
જે બંધનમાં પ્રેમનું તેજ સદૈવ પ્રગટે છે;
જે બંધનમાં ન કોઈ ધનની લેણદેણ છે;
જે બંધન અવ્યક્ત છે છતાં બધું વ્યક્ત છે;
જે બંધનમાં એક તૃપ્તિ છે;
જે બંધનમાં ના કોઈ રાગદ્વેષ છે;
જે બંધન આખર સુઘી સાથ આપે છે;
જે બંધન કોઈ જ પામી શકે છે;
જે બંધનમાં પ્રભુનું વજૂદ છે;
જે બંધનમાં એકરૂપતાનું સંગ છે.
- ડો. હીરા