દર્દની કોઈ દવા નથી, જ્યાં વિશ્વાસની કોઈ બેડી નથી,
ધર્મની કોઈ જીજ્ઞાસા નથી, જ્યાં જીવનમાં કોઈ પરિવર્તન નથી.
ઈચ્છાની કોઈ સીમા નથી, જ્યાં પ્રભુ પામવાની કોઈ તડ઼પ નથી,
પ્રેમનો કોઈ વજૂદ નથી, જ્યાં પોતાની જાતને ભૂલવાની તૈયારી નથી.
જ્ઞાનનો કોઈ જાણકારો નથી, જ્યાં અંતરઆત્મા હજી જાગ્યો નથી,
જીવનને કોઈએ પારખ્યા નથી, જ્યાં સુખદુઃખની પાછળ ભરમાયા નથી.
ચર્ચાનો કોઈ વિષ નથી, જ્યાં ખૂદ પર હજી કાબૂ નથી,
ધ્યાનમાં હજી સ્થિર થયા નથી, જ્યાં બેધ્યાન થયા વગર રહેતા નથી.
અફસોસની કોઈ ગુંજાઈશ નથી, જ્યાં ભૂલો આપણી સમજ્યાં નથી,
ચેતના તો હજી વિકસી નથી, જ્યાં જગ આખાને ભૂલ્યા નથી.
- ડો. હીરા