કુવ્યવહાર ખરાબ પરિણામ લાવે છે; અંતે તો લોકોને રડ઼ાવે છે,
ગમના પ્યાલા એ તો પીવડાવે છે; અંતે તો દુઃખોના પહાડ બનાવે છે.
શાંતિનો પ્રકાશ આશ્વાસન આપે છે; જીવનનું લક્ષ બતાડે છે,
ક્રોધ તો અંધકાર જગાડે છે; જીવનઅમૃત ખતમ કરે છે.
આચરણમાં શુદ્ધતા હોવી જરૂરી છે; જ્ઞાનમાં રમવું જરૂરી છે,
હાવભાવમાં વિનમ્ર હોવું જરૂરી છે; ઈચ્છાઓ કાબૂમાં હોવી જરૂરી છે.
એ બધું પણ જ્યારે થાય; ત્યારે ઈશ્વરનું શરણું જરૂરી છે,
એક આશા ઈશ્વર તરફ પરિવર્તન લાવે છે; સંજોગો બદલાવે છે.
એક ચરણ ઈશ્વર તરફ આનંદ જગાડે છે; મંઝિલ જીવનની બતાડે છે,
આજ સંઘર્ષ શિખવાડે છે; તૃપ્તિના દ્વાર દેખાડે છે.
- ડો. હીરા