રામરાજ્યની સ્થાપના છે, વિશ્વ આખામાં એક રોશની છે,
જગતમાં ચારો ઓર શોર છે, રામનામની ગુંજ છે.
રામનામમાં સત્ય છે, રામના આચરણમાં શુદ્ધતા છે,
રામના ગુંજમાં આનંદ છે, રામમાં સીતાનું મિલન છે.
જીવનમાં એક પ્રસન્નતા છે, ગલી ગલીમાં રામ છે,
દૈવત્વનું આગમન છે, ફરી પાછું સતયુગનું આગમન છે.
રામ તો પવિત્રતાનું પ્રતિક છે, રામતો મર્યાદાના સ્વામી છે,
રામ તો દુષ્ટોના વિનાશક છે, રામ જ તો ધર્મના સ્થાપક છે.
રામમાં સહનશક્તિ છે, રામ તો સંઘર્ષ પર વિજય છે,
રામ તો પ્રબળતાનું પ્રતિક છે, રામ જ દુનિયાના રક્ષક છે.
- ડો. હીરા