દિવ્યેશ ને નિર્દેશમાં અંતર બહુ ઓછા છે
બ્રહ્મ અને બ્રહ્માંડમાં અંતર તો બહુ લાંબું છે
શુંભ નિશુંભનો મોહ તો બહુ નજદીક છે
વાસના અને પ્રેમની રાહ તો બહુ જુદી છે
વૈરાગ્ય અને ઉદાસીમાં અંતર સમજાતું નથી
વિશ્વાસ અને સમર્પણનું અંતર ખબર નથી
રક્તબીજના વિચારો ને ધુમ્રલોચનના ક્રોધમાં ફરક નથી
ભજન અને ભોજનના ભોગમાં ભક્તિ ભેદ કરયા વગર રહેતી નથી
- ડો. હીરા