જન્મોજન્મના ફેરા જ્યાં તૂટે છે, ત્યાં તો પ્રભુ મળે છે
ઇચ્છાઓ જ્યાં ભાંગે છે, ત્યાં જ તો નવી ઇચ્છાઓ સરજાય છે
પ્રેમ જ્યાં મળે છે, ત્યાં જીવનમાં તૃપ્તિ મળે છે
હિંસા વિચારોમાં જ્યાં મટે છે , ત્યાં અહિંસક બનાય છે
વાસના દિલમાંથી જ્યાં નીકળે છે, ત્યાં હૃદય સાફ થાય છે
મોતીડા જ્યાં આંખોમાંથી વહે છે, ત્યાં જ્ઞાનગંગા મળે છે
દૈવત્વ જ્યાં પમાય છે, ત્યાં પોતાની ઓળખાણ થાય છે
ઇલ્ઝામો જ્યાં મટે છે, ત્યાં પોતાના દર્શન થાય છે
જ્યાં પ્રભુનો સાર સમજાય છે, ત્યાં બધી દુવિધા મટે છે
જ્યાં આકર્ષણ મટે છે, ત્યાં જ તો પ્રભુ સાથે સંગાથ થાય છે
જ્યાં શ્રેષ્ઠ પ્રભુ બને છે, ત્યાં જ તો પ્રભુમાં એક થવાય છે
- ડો. હીરા