પ્રેમની જેને કદર નથી, તેને પ્રેમ મળતો નથી
પ્રેમની જેને પ્યાસ નથી, તે પ્રેમ સમજી શક્તો નથી
પ્રેમમાં જે પાગલ નથી, તેને પ્રેમ કર્યોજ નથી
પ્રેમમાં જે એક નથી, તે પોતાની જાતને ભૂલી શક્યો નથી
પ્રેમમાં જેને ફરિયાદ છે, તે પોતાની અપેક્ષા ત્યજી શક્તો નથી
પ્રેમમાં જેના સ્વાર્થ છે, તે કોઈને પ્રેમ કરી શક્તો નથી
પ્રેમમાં જે પોતાની ઇચ્છાઓ પૂરી કરે, તે પ્રેમને ઇચ્છાનું સાધન સમજ્યા વિના રહેતો નથી
પ્રેમની પરિભાષા જે સમજયો નથી, તે પ્રભુને સમજી શક્તો નથી
પ્રેમમાં જે ડૂબતો નથી, તેને આનંદમાં તરતા આવડતું નથી
જે આ પ્રેમને ખોવે છે, તેના જેવો બીજો કોઈ ગરીબ નથી
- ડો. હીરા