પાંજરામાં પૂરેલો માનવી, પાંજરાથી બાહર આવતો નથી
પાંજરામાં પૂરેલો માનવી, આખા જગથી વાકેફ નથી
પાંજરામાં પૂરેલો માનવી, ડરથી ઉપર ઊઠતો નથી
પાંજરામાં પૂરેલો માનવી, અફસોસથી આગળ વધતો નથી
પાંજરામાં પૂરેલો માનવી, આગળ કાંઈ કરી શક્તો નથી
પાંજરામાં પૂરેલો માનવી, મહેનત કરી શક્તો નથી
પાંજરામાં પૂરેલો માનવી, જીવન સફળ કરી શકતો નથી
પાંજરામાં પૂરેલો માનવી, પોતાના નસીબને રોકી શક્તો નથી
પાંજરામાં પૂરેલો માનવી, નવા લેખ લખી શક્તો નથી
પાંજરામાં પૂરેલો માનવી, લાચારીથી પર ઊઠી શક્તો નથી
- ડો. હીરા