વેદના જિલાતી નથી, પ્રભુથી દૂરી સહેવાતી નથી
આજ્ઞા પાલનથી મુખ ફેરવાતું નથી, જીજ્ઞાસામાં પોતાની રહેવાતું નથી
આરોગ્ય અને દૌલત પાછળ ભગાતું નથી, પ્રભુનું કાર્ય કર્યા વિના રહેવાતું નથી
આળસમાં ખોવાવું હવે પસંદ નથી, પ્રાણવંતા રહેવુ હવે મંજુર નથી
તકલીફ હવે કોઈની દેખાતી નથી, સબર કર્યા વિના કંઈ આવડતું નથી
ચેન પ્રભુ વગર મળતું નથી, પ્રભુ વિના હવે જીવન કબૂલ નથી
નિષ્ઠા કોઈની તોડાતી નથી, આંચલમાં માથું નમાવ્યા વિના શાંતિ નથી
ખોફ કોઈનો હવે રહ્યો નથી, મજબૂર હવે જીવનમાં રહેવાતું નથી
- ડો. હીરા